નેહા કક્કડને લગ્નમાં મળી મોટી ગીફ્ટ,કહ્યુ સપનું સાચુ થયું

મુંબઇ 

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્ન 24મી ઓક્ટોબરે થયા હતા. અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, સોનમ કપૂર-આનંદ અહૂજા તેમજ દીપિકા પાદુકોણ-રણવીર કપૂરની જેમ નેહા અને રોહનના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા. નવદંપતીના લગ્નની તસવીરો અને વીડિયો હજુ ઈન્ટરનેટ પર છવાયેલા છે. આ વચ્ચે નેહાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગુરુદ્ધારામાં થયેલા લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે એટલી સુંદર લાગી રહી છે કે જોનારાની નજર તેના પરથી હટે જ નહીં. નેહાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે પેસ્ટલ પિંક લહેંગામાં જોવા મળી રહી છે જ્યારે રોહનપ્રીતે પિંક કલરની શેરવાની પહેરી છે.

નેહા કક્કડે તસવીરો શેર કરતાં લગ્નમાં તેને મળેલી અમૂલ્ય ગિફ્ટનો પણ ખુલાસો કર્યો છે. સિંગરે જે તસવીર શેર કરી છે તેમાં તે ગુરુદ્ધારામાં બે હાથ જોડીને રોહનપ્રીતની બાજુમાં બેસેલી જોવા મળી રહી છે. કેપ્શનમાં તેણે ડિઝાઈનર સબ્યસાચીનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, 'લોકો લાઈફમાં ઓછામાં ઓછી એકવાર તેમણે ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરવા ઈચ્છે છે. પરંતુ અમને સબ્યસાચીએ આ ડ્રીમ આઉટફિટ ગિફ્ટમાં આપ્યા છે. સપનાઓ સાચા થાય છે. પરંતુ તે વધારે સારા ત્યારે લાગે છે જ્યારે તમે મહેનત કરો. આભાર માતા રાની. વાહેગુરુજીનો આભાર'.


નેહા કક્કડે શેર કરેલી લગ્નની તસવીરો તેના ફેન્સને પણ પસંદ આવી રહી છે. બહેન સોનુએ કોમેન્ટમાં લખ્યું છે કે, 'Awww...મારી બેબી'. કેટલાક ફેન્સે કોમેન્ટ કરીને નેહાને સુંદર કહી છે તો કેટલાકે હાર્ટ ઈમોજી મૂકી છે. 

આપને જણાવી દઈએ કે જ્યારે લગ્નની વાત આવે ત્યારે ડિઝાઈનર સબ્યસાચી હીરોઈનોની પહેલી પસંદ હોય છે. અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને સોનમ કપૂરે પોતાના લગ્નમાં જે લહેંગા પહેર્યા હતા તે તેમણે જ ડિઝાઈન કર્યા હતા. આટલું જ નહીં જ્યારે અંબાણી પરિવારમાં ઈશા અને આકાશના લગ્ન થયા ત્યારે પણ તેમણે જ પરિવારના દરેક સભ્યોના આઉટફિટ ડિઝાઈન કર્યા હતા. 

સબ્યસાચીએ નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. જે મુજબ નેહાએ જે લહેંગો પહેર્યો હતો તેમાં જરદોશી અને મીનાકારી કામ કરવામાં આવ્યું હતું. આ સિવાય તેણે જે જ્વેલરી પહેરી હતી તે ડાયમંડ, પર્લ્સ અને સોનામાંથી બનાવવામાં આવી હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution