લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
1782
ગાંધીનગર : ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે ગાંધીનગરમાં હલચલ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ સંદર્ભે ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આવા ઈ-મેઈલ ફિમેલથી ગુજરાતની પોલીસ કે જનતા ડર રાખતી નથી. આવા પ્રકારના ઈ-મેઈલ અમદાવાદ અને વડોદરામાં પણ મળ્યા છે. ગુજરાત વિધાનસભાને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેના કારણે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સઘન તપાસણી અભિયાન હાથ ધર્યું હતું. જાે કે, આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. જેના કારણે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાના સંદર્ભ અંગે સમીક્ષા કરી હતી. બેઠક બાદ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરની જેમ અમદાવાદ અને વડોદરામાં પણ આવા પ્રકારના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવા પ્રકારના કેસની તપાસ દરમિયાન સિમ કાર્ડ વેચનારાઓ સુધી તપાસનું પગેરું પહોંચ્યું હતું. અને કેટલીક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભારત સરકારને વિસ્તૃત અહેવાલ મોકલવામાં આવ્યો છે. તેમજ બાંગલાદેશ સાથે સિમ કાર્ડ કડી મળી હતી તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં પ્રોટોકોલ અનુસાર ચેકિંગ કરવામાં આવતું હોય છે. હાલમાં વિધાનસભાની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. આવા ઈ-મેઈલ ફિમેલથી ગુજરાતની પોલીસ કે જનતા ક્યારેય ડર રાખતી નથી. વિધાનસભાના અધ્યક્ષ હોય કે મંત્રી, ધારાસભ્ય હોય કે અધિકારી-કર્મચારી કે પછી સામાન્ય નાગરિક તમામ વિધાનસભા ગૃહમાં બેઠા છે. તેમણે જણાવ્યું હતું કે, ઈ-મેઈલ માલયના સમયે તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના તમામ લોકો વિધાનસભા પરિસરમાં હાજર હતા. જાે કે, આવા ધમકીભર્યા ઈ-મેઈલોના કારણે સરકાર ડરવાની નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી રહી છે.