કાઠમંડુ-

ચીન સાથે લદ્દાખ મોરચે વધી રહેલા તનાવની વચ્ચે નેપાળે પણ ભારત સાથેની બોર્ડર પર પોતાની સેનાની આખી બટાલિયન તૈનાત કરી દીધી છે.આ હરકત ચીનના ઈશારે થઈ હોવાનુ મનાઈ રહ્યું છે.

નેપાળ સાથે ભારતનો લિપુલેખ, કાળાપાણી વિસ્તારમાં સરહદનો વિવાદ ચાલી રહ્યો છે.જાેકે નેપાળે હવે લશ્કરી જમાવટ શરુ કરીને ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો છે તે ચિંતાજનક વાત છે.આ એ વિસ્તાર છે જ્યાં ભારત, નેપાળ અને ચીનની સરહદનો એક બીજાની સાથે ભેટો થાય છે. નેપાળની સેનાની બટાલિયનને ભારતીય સેનાની હિલચાલ પર નજર રાખવાનુ કામ સોંપવામાં આવ્યુ છે.આ આદેશ ઓલી સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે, લિપુલેખ બોર્ડર પર નજર રાખવી જરુરી છે.જે જગ્યાએ નેપાળની સેના તૈનાત થઈ છે તેનાથી 10 કિલોમીટર દુર ચીનની ચોકી પણ મોજુદ છે. 

ભારતે આ વિસ્તારમાં 17000 ફૂટની ઊંચાઈ પર રસ્તો બનાવ્યો છે.જેના પર નેપાળે વાંધો લીધો છે અને હવે લિપુલેખ સહિતના ત્રણ વિસ્તારોને નેપાળમાં દર્શાવતો નવો નકશો પણ જાહેર કર્યો છે.