હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે ભૂલથી પણ આ કામ ક્યારે ન કરવું, નહીં તો..

હનુમાન ભક્તો બજરંગબલીને ખુશ રાખવા દરરોજ હનમાનજી પાઠ કરે છે. હનુમાનજીની મંગળવારે અને શનિવારે પૂજા કરવી જોઇએ. મહિલાઓએ મંગળવારના દિવસે હનુમાન ચાલીસા કરવી જોઇએ. આપણે રૂટિનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ, પરંતુ અનેક વખત તેને માત્ર રૂટિન બનાવીને જ મૂકી દઈએ છીએ. જ્યારે પણ ટાઇમ મળે છે જ્યાં પણ જેવી પણ સ્થિતિમાં હોય તેમ બેસીને વાંચી લઈએ છીએ. ચાલો જાણીએ હનુમાન ચાલીસા કરતી વખતે શું ભૂલ ન કરવી જોઇએ. એવું કહેવાય છે કે જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલા તેમના પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરવા જોઇએ. તેથી સૌથી પહેલા શ્રીરામનું નામ લો. પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો.

હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ એટલે કે ચોખ્ખાં કપડાં પહેરો અને સ્નાન કરી લો. જે આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાના હોય તે આસન લાલ રંગનું જ હોવું જોઈએ. જો આ આસન ઊનનું હોય તો વધુ સારું રહે છે.હનુમાનજી બ્રહ્મચારી છે. તેથી મહિલાઓ તેને અડી શકતી નથી. વસ્ત્ર ચઢાવી શકતી નથી અને સ્નાન પણ કરાવી શકતી નથી. પણ પાણી ચડવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. તેથી હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને પાઠ પૂરા થયા બાદ તેની પ્રસાદી લેવી જોઈએ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution