ગાંધીનગર-

ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ અને પૂર્ણેશ મોદી કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના લીધા શપથ. ત્યાર બાદ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે લીધા પ્રધાનપદના શપથ. ત્યાર બાદ હર્ષ સંધવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.