ગાંધીનગર-

ગુજરાતના મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બપોરના યોજાશે. રાજભવન ખાતે યોજાનારા શપથગ્રહણ સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહેશે. ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. રાજેન્દ્ર ત્રિવદી, જીતુ વાધાણી, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ અને પૂર્ણેશ મોદી કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના લીધા શપથ