દિલ્હી-

નવી બીમારીઓ, ભાગાદોડી ભરેલા જીવનમાં ભલે માણસ થાકી રહ્યો છે પરંતુ નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે તે સૌને હેરાન કરી દે તેવો છે. માણસની અત્યારની લાઈફને જાેતા લાગે કે દિવસે દિવસે વ્યકિતની સરેરાશ ઉંમર ઘટતી જશે પરંતુ હાલમાં કરવામાં આવેલી સ્ટડીમાં કંઈક અલગ જ પરિણામો જાેવા મળ્યા છે. બાયેસિયન સિદ્ઘાંત પર વ્યકિતની સરેરાશ ઉંમરને લઈને કરવામાં આવેલી શોધથી ખબર પડી છે કે ભવિષ્યમાં વ્યકિતની ઉંમર વધશે. દાવો કરવામાં આવ્યો છે કે વ્યકિત આશરે ૧૨૫ થી ૧૩૦ વર્ષ સુધી જીવી શકશે.

જર્મનીમાં મેકસ પ્લેન્ક સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા દિદ્ર્યાયુષ્ય પર આંતરરાષ્ટ્રીય ડેટાબેસનો ઉપયોગ કરીને આ ગણતરી કરવામાં આવી છે. આ શોધમાં કેનેડા, જાપાન અને સંયુકત રાજય અમેરિકાની સાથે સાથે યુકે સહિત દસ યુરોપિયન દેશોના સુપરસેન્ટેનેરિયનને ટ્રેક કરવામાં આવ્યા હતા. આ રિસર્ચ બતાવે છે કે આજે પણ એવા લોકો છે જે ૧૩૦ વર્ષ સુધી જીવીત રહેશે. હાલમાં ઘણા વૃદ્ઘ વ્યકિતઓના એક વિશેષ ગ્રુપ પર અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં સુપરસેન્ટેનેરિયન(૧૦૦ વર્ષથી વધુ જીવનારા લોકો)નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ સ્ટડીથી ખબર પડી છે કે વધારે લોકો આ ઉંમરના ગ્રુપમાં સામેલ થઈ રહ્યા છે કારણ કે દુનિયામાં લોકોની સરેરાશ ઉંમર વધી રહી છે. કારણ છે લોકોનું સારું ભોજન અને સ્વાસ્થ્યની દેખરેખની સારી સુવિધાઓ મળી રહી છે. બાયેસિયન થિયરી પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં સંભાવનાના આધાર પર નિષ્કર્ષ આપવામાં આવે છે. શોધ પ્રમાણે વર્ષ ૨૧૦૦ સુધી કયાંય રહેનારા ઓછામાં ઓછા એક વ્યકિતની આયુ ૧૨૫ અને ૧૩૨ વર્ષ થવાની મજબૂત સંભાવના જાેવામાં આવી છે. સૌથી વધુ ઉંમરની વ્યકિતનો રેકોર્ડ હાલમાં ફ્રાન્સની જીન કૈલમેન્ટ પાસે છે, જે ૧૯૯૭માં મૃત્યુના સમયે ૧૨૨ વર્ષ અને ૧૬૪ દિવસના હતા. જાેકે આ દાવાને ઘણા લોકોએ ચેલેન્જ પણ આપી છે.

શોધકર્તાઓને ભરોસો છે કે તેમનો રેકોર્ડ જલદીથી તૂટી જશે. જયારે આજના જીવિત સૌથી મોટી ઉંમરની વ્યકિત જાપાનની ૧૧૮ વર્ષના કેન તનાકા છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના એક સાંખ્યિકીવદના લેખર માઈકલ પિયર્સે કહ્યું છે કે લોકો માનવતાની ચરમ સીમાઓથી મોહિત છે, પછી તે ચંદ્ર પર જવાનું હોય, ઓલમ્પિકમાં કોઈ કેટલું ઝડપથી દોડી શકે છે અથવા કોઈ કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. જાેકે તેમણે કહ્યું છે કે વિશ્વ સ્તર પર હવે ૧૦૦ વર્ષથી વધુ જીવનારા લોકો અડધો મિલિયન છે. ઘણા ઓછા સુપરસેન્ટેનેરિયન છે, લગભગ ઓછામાં ઓછા ૬૦૦. શોધકર્તાઓએ કહ્યું છે કે હવે આ સંખ્યા ધીમે ધીમે વધશે. સદીના અંત સુધીમાં ૧૨૫ વર્ષ અથવા ૧૩૦ વર્ષની ઉંમર સંભવ છે.

ઉન્નત પોષણ, સ્વચ્છ જળ, સારી સ્વચ્છતા અને ચિકિત્સામાં સુધાર આ દિશાનો મજબૂત માર્ગ હશે. પીએચડી વિઘાર્થી પિયર્સ અને તેના પર્યવેક્ષક પ્રોફેસર એડ્રિયન રાફ્ટીએ પૂછ્યું કે વર્ષ ૨૧૦૦ સુધી દુનિયામાં ૬૮ ટકા લોકોની ઉંમર ૧૨૪ થી ૧૨૭ વર્ષ સુધીની હશે, જયારે ૧૩ ટકા લોકો ૧૩૦ વર્ષથી વધુ જીવશે તેવી સંભાવના છે. જાેકે અમેરિકાની ટીમનું કહેવું છે કે આગામી આઠ દશકોમાં ૧૩૫ સુધી પહોંચનારો વ્યકિત ઘણો અસંભવ લાગી રહ્યો છે.