એસ.એસ.જી.ના નવા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટે કોવિડ સેન્ટરની સરપ્રાઇઝ મુલાકાત લીધી
01, ઓગ્સ્ટ 2020

વડોદરા, તા.૩૧ 

સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો.રાજીવ દેવેશ્વરની તાત્કાલિક અસરથી હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ.ના ડીન તરીકે બદલી કર્યા બાદ સયાજી હોસ્પિટલના નવા ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ઇ.એન.ટી. વિભાગના વડા ડો.રંજન ઐયરની નિમણૂંક કરવામાં આવી હતી. નવા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ તરીકે ડો.રંજન ઐયરે સલાહકાર કમિટી સાથે મળેલ બેઠકમાં સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ સંભાળ્યો હતો. પારદર્શક વહીવટના આગ્રહી અને સ્પષ્ટ વકતા તેમજ કામલેવા સ્વભાવે કડક એવા ડો.રંજન ઐયરે ગઇ કાલે રાત્રે હોસ્પિટલના કોવિડ સેન્ટરની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી અને કોવિડ સેન્ટરમાં વહિવટી તંત્રની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જ્યાં તેમને કોવિડ સેન્ટરમાં શરૂ કરવામાં આવેલ કંટ્રોલરૂમ ખાતેથી દાખલ દર્દીઓ સાથે મોબાઇલ ફોન તથા વિડીયો કોલિંગથી વાતચીત પણ કરી હતી. જાેકે આ સરપ્રાઇઝ વિઝીટ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ દેખાય એવી કેટલીક ત્રુટીઓ નજરે પડતાં ફરજ પરના નર્સ્િંાગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓને બોલાવી કડક શબ્દોમાં સુચના આપી સ્વચ્છતા રાખવા તેમજ પાર દર્શક વહીવટ કરવાનો પરચો આપ્યો હતો. જાેકે ડો.રંજન ઐયરને ન ઓળખનાર કેટલાક કર્મચારીઓ ભોઠા પડ્યા હતાં.

તાત્કાલિક સારવાર વિભાગમાં વર્ષોથી શબ્દ ભુલ સાથે કેસ બારી ઉપર લગાવેલા ત્રણ બોર્ડ ઉપર ડો.ઐયરની પ્રથમ નજર પડી હતી અને ‘કેશ’ શબ્દનો સુધારો કરી ‘કેસ’ બારી લખવાની સુચના આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution