બેઇજિંગ,

 એન્ડ પ્રિવેન્શનની વેબસાઈટ પર વિશેષ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. આ સંસ્થાના સંશોધકો દ્વારા એક નવા વાયરસની શોધ કરવામાં આવી છે, જે ચીનમાંથી મળી આવ્યો છે. સંશોધકોએ દાવો કર્યો છે કે ન્યૂ સ્વાઈન ફ્લૂ મહામારીની ક્ષમતા ધરાવે છે અને જો આ વાયરસ મનુષ્યોમાં ફેલાયો તો ઝડપથી તેના દુષ્પરિણમો ભોગવવા પડી શકે છે. આ સ્ટડી રિપોર્ટ સોમવારે યુએસ સાયન્સ જર્નલ્સ પીએનએએસમાં પ્રકાશિત થયો છે. સંશોધકો દ્વારા આ વાયરસનું નામ જી૪ (જી-ફોર) નામ આપવામાં આવ્યું છે. આ એચવનએનવનમાં જીનેટિકલી ફેરફાર હોવાના કારણે નવા સ્વરુપમાં સામે આવ્યો છે. ૨૦૦૯માં સ્વાઈન ફ્લૂના કારણે આખી દુનિયામાં મહામારી ફેલાઈ હતી. આ વાયરસનું વિકસિત સ્વરુપ એ વાત તરફ ઈશારો કરી રહ્યું છે કે આ સ્વાઈન ફ્લૂ પણ મહામારી ફેલાવી શકે છે. 

સંશોધકો દ્વારા ૨૦૧૧થી ૨૦૧૮ સુધી સુવર (ભૂંડ)ના ગળામાંથી લગભગ ૩૦૦૦૦ સેમ્પલ એકત્ર કરાયાં છે. ત્યારબાદ ૨૦૧૬માં કેટલાક નવા પ્રકારના ફ્લૂના લક્ષણ દેખવા મળ્યા છે. તેના લક્ષણ માનવ શરીરમાં પ્રાથમિક રીતે તાવ, ખાંસી, છીંક જેવા હતા. સંશોધકોએ એ પણ જોયું કે જી-ફોર એટલે નવા વાયરસના કારણે માનવ શરીરમાં કેટલાક ગંભીર લક્ષણો દેખાવા માંડે છે. સાથે જ માનવ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પણ આ ફ્લૂને રોકવામાં કમજોર સાબિત થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ખતરનાક સ્વાઇન ફ્લૂને જોતાં સંશોધકોએ આ તરફ નવા પ્રયાસોથી કામ કરવાનો નિર્ણય લીધો છે અને પોતાનું કામ શરુ કર્યું છે, જેથી આ મહામારીના રુપમાં પરિવર્તિત થતો રોકી શકાય અને સમય મર્યાદામાં સ્વાઈન ફ્લૂ(જીફોર)ની કોઈ અસરકારક સારવાર કે વેક્સિન વિકસિત કરી શકાય.