ગાંધીનગર-

ગુજરાતના નવા સી. એમ. ભૂપેન્દ્ર પટેલના પ્રધાનોની શપત વિધિ ઘણા અટકળો બાદ હવે યોજાઇ તેવી સંભાવના છે, ત્યારે ગુજરાતની નવી કેબિનેટમાં કેટલા પ્રધાનોને સ્થાન અને કોણ શપથ લેશે. હાલ શપથ વિધિ પહેલા સંભવિત મિનિસ્ટર્સનો ફોન આવવાના શરૂ થયા છે. ઘણા નવા અને યુવા ચિહ્ન પણ જોડાયેલા છે. જેમા કાર્યકારી અધ્યક્ષ નીમાબેન પણ સી.આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિને હવે ગણતરીનો સમય જ બાકી છે. તેવા સમયે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે. તેમનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ ધારાસભ્ય નીમા બહેન આચાર્યને બનાવવામાં આવ્યા છે.