01, ફેબ્રુઆરી 2021
693 |
દિલ્હી-
નાણાંપ્રધાન નિર્મલા સિતારામન નાણામંત્રાલય પહોંચ્યા હતા અને તેમણે બજેટની જોગવાઈઓને લગતી તમામ સામગ્રી આ વખતે ખાતાવહીને બદલે મેડ-ઈન-ઈન્ડિયા ટેબલેટમાં સમાવી હતી. આ વખતે પહેલીવાર જ તેઓ બજેટને પેપરલેસ બનાવી રહ્યા હોવાને પગલે ટેબલેટથી જ બજેટ રજૂ કરવાના છે. તેમની સાથે નાણામંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર હતા. નાણામંત્રીની બજેટ જોગવાઈઓમાં ઈન્કમટેક્સ પરની કે વીમા પોલીસી પરના પ્રિમિયમ પરની છૂટ કે તબીબી સેવાઓના ચાર્જ પરની છૂટ સહિતની વિગતોની અપેક્ષા રખાય છે.