ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન ૨૦૨૬ ની યાદીમાં નીતા અંબાણી ટોચ પર  
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026  |   1485


ફોર્ચ્યુન ઇન્ડિયાએ બઈની ફોર સીઝન્સ હોટેલમાં તેનો મુખ્ય કાર્યક્રમ, મોસ્ટ પાવરફુલ વુમન” ૨૦૨૬ યોજ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતની અગ્રણી મહિલા નેતાઓને વ્યવસાય, નાણાં, ટેકનોલોજી, આરોગ્યસંભાળ, જાહેર નીતિ અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે એકત્ર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે “ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન ૨૦૨૬ યાદીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમના નેતૃત્વએ દેશના આર્થિક અને વ્યવસાયિક લેન્ડસ્કેપને આકાર આપ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણી આ વર્ષે ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન ૨૦૨૬ ની યાદીમાં ટોચ પર રહ્યા હતા. કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન, નીતા અંબાણીએ કહ્યું કે નેતૃત્વ ફક્ત સત્તા સુધી મર્યાદિત ન હોવું જાેઈએ, પરંતુ તેનું મૂળ કરુણા, સમાવેશીતા અને સમાન તકમાં હોવું જાેઈએ. તેમણે ભાર મૂક્યો કે દીકરીઓમાં રોકાણ અને સશક્તિકરણ એ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. કાર્યક્રમમાં વિવિધ સત્રોમાં, કોર્પોરેટ અને વ્યવસાયિક નેતાઓએ ખુલ્લેઆમ ભાવિ નેતૃત્વની ચર્ચા કરી. ઉદ્યોગપતિઓએ સ્વીકાર્યું કે કૃત્રિમ બુદ્ધિ અને વૈશ્વિક પરિવર્તનને કારણે ઉદ્યોગો ઝડપથી પરિવર્તન પામી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution