દિલ્હી-

બિહારની નીતીશ કુમાર સરકારમાં મંગળવારે કેબિનેટ વિસ્તરણ થયું હતું, જે અંતર્ગત ભાજપને મંત્રીમંડળમાં નવ બેઠકો મળી હતી અને જેડીયુને આઠ બેઠકો મળી હતી. ભાજપના નેતા શાહનવાઝ હુસેનને બિહારના નવા ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા છે, જ્યારે સંજય ઝાને જળ સંસાધન મંત્રાલય મળ્યું છે. પટણાના રાજભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ ફાગુ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રી નીતીશ કુમારની હાજરીમાં કુલ 17 નવા મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

નીતીશના પ્રધાનમંડળના આ વિસ્તરણમાં સૈયદ શાહનવાઝ હુસેન, પ્રમોદ કુમાર, સમ્રાટ ચૌધરી, નીરજ બબલુ, સુભાષ સિંઘ, નીતિન નવીન, નારાયણ પ્રસાદ, આલોક રંજન ઝા અને જનક રામ ભાજપ તરફથી અને શ્રવણ કુમાર, મદન સહની, સંજય ઝા, લેસીસિંહ ભાજપ, સુમિતકુમાર સિંહ, સુનીલ કુમાર, જયંત રાજ અને જમાત ખાને આજે મંત્રી પદના શપથ લીધા હતા.