ગાંધીનગર-

અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય. જાેકે, ચર્ચા એવી છેકે, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસિૃથતી ભાજપ માટે લાભદાયી છે. કોરોનાકાળમાં થયેલાં મૃત્યુ સહિત દર્દનાક સિૃથતિને ગુજરાતની જનતા હજુ ભૂલી શકી નથી. આ સંજાેગોમાં એકાદ વર્ષ નવી સરકાર સારૂ કામ કરીને જનતાના દર્દને ભૂલાવી દે તો ફરી ભાજપ તરફી રાજકીય વાતાવરણ થઇ શકે છે. આ જાેતાં ખુદ ભાજપ વહેલી ચૂંટણી યોજવાના મતમાં નથી. ખુદ ચીફ ઇલેકેશન કમિશનરે પણ આ વાત કહીને ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે.રૂપાણી સરકારની વિદાય થતાં જ ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેવી રાજકીય અફવાઓએ જાેર પકડયુ છે. જાેકે, આ વાત પર પૂર્ણ વિરામ મુકાયુ છે કેંમકે, અંબાજીમાં દર્શાનાર્થે આવેલાં ચીફ ઇલેક્શન કમિશનરે કહ્યું કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં. ભાદરવી પૂનમે માં અંબાના દર્શન કરવા ચીફ ઇલેક્શન કમિશનર સુશિલ ચંદ્રા અંબાજી પહોંચ્યા હતાં. તેઓએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. અંબાજીની મુલાકાતે આવેલાં ચીફ ઇલેક્શન કમિશનર સુશિલ ચંદ્રાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ રાજયો સાથે ચૂંટણી સાથે ગુજરાતની ચૂંટણી નહી યોજાય. ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં.