દિલ્હી-
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, કંઈપણ થઈ જાય, ૧૫ ઑગષ્ટના ઝંડો તો દિલ્હીમાં જ ફરકાવવામાં આવશે. ટિકૈતે કહ્યું કે, દિલ્હીમાં અમને કોઈ ચોક આપવામાં આવે, અમે એ જગ્યા પર જ તિરંગો ફરકાવશું. રાકેશ ટિકૈતે કહ્યું કે, કંઈપણ થઈ જાય પરંતુ અમે એ જગ્યાએ જ તિરંગો ફરકાવીશું. તેમણે કહ્યું કે, ભલે આ માટે હવાઈ માર્ગનો ઉપયોગ કરવો પડે.
હવાઈ માર્ગથી શું મતલબ છે? તેના જવાબમાં ટિકૈતે કહ્યું કે, ડ્રોનથી લઈ જવામાં આવશે તિરંગો. દિલ્હીની જમીન પર ખેડૂતોનો ઝંડો ફરકાવવામાં આવશે, ભલે હવાઈ માર્ગથી લઈ જવામાં આવે. રાકેશ ટિકૈતે કહ્યું કે, દિલ્હીમાં ખેડૂતો માટે ૫ ગજ જમીન પણ ના મળી શકે? અમને દિલ્હીમાં ૫ ગજ જમીન આપી દો. અક્ષરધામની પાસે જે ચોક છે ત્યાં તિરંગો ફરકાવાની પરવાનગી આપી દો. દિલ્હીની બહાર પણ તિરંગો ફરકાવી શકો છો તેવું પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ના ખેડૂતો ઝંડો તો દિલ્હીમાં જ ફરકાવશે.
૨૬ જાન્યુઆરીના પરવાનગી આપી હતી અને પછી શું થયું? તેના જવાબમાં ટિકૈતે કહ્યું કે, કોઈ તપાસ એજન્સી હોય તો તપાસ કરાવી લો, કંઈ પણ નથી થયું. થોડાક દિવસ પહેલા ટિકૈતે કહ્યું હતું કે, લખનૌ પણ દિલ્હી જેમ બનાવવામાં આવશે. બીજી તરફ ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસએ એકવાર ફરી ભારત વિરોધી ષડયંત્ર રચ્યું છે. આ વખતે સંગઠન તરફથી તિરંગાનું અપમાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિવાદાસ્પદ પોસ્ટર જારી કરવામાં આવ્યા છે. ખાલિસ્તાન સમર્થક આ સંગઠન હવે ૧૫ ઑગષ્ટના દિલ્હીને ઘેરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જાણકારી પ્રમાણે શીખ ફોર જસ્ટિસના ભારત વિરોધી ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે. સંગઠને ૧૫ ઑગષ્ટના દિલ્હીના રસ્તાઓને બ્લોક કરવાનું ષડયંત્ર રચ્યું છે. શીખ ફોર જસ્ટિસનું ષડયંત્ર છે કે પંજાબ, કાશ્મીર, બંગાળને ભારતથી અલગ કરવામાં આવે. આ ઉપરાંત સંગઠન દેશભરમાં ટ્રેક્ટર રેલીથી માહોલ બગાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે. જાે કે ખેડૂત આંદોલન અને ચોમાસુ સત્રને લઈને સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ એલર્ટ છે અને દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Loading ...