વડોદરા, તા.૧૩

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ આયોજન કરાઈ રહ્યા છે.વડોદરા નો ટોપ રેન્કમાં સમાવેશ થાય તે અંગે કોર્પોરેશનમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા, ડસ્ટબિન્સ મેન્ટેન રાખવા, કચરો જે સ્થળે પેદા થાય ત્યાં જ ભીનો અને સૂકો અલગ તારવવા, લોકજાગૃતિ જરૂરી છે. મેન રોડ પર કન્ટેનર નહીં રાખવા, ઓપનસ્પૉટ નહીં રાખવા, તળાવ પાસે કન્ટેનર કે કચરાના ઓપન સ્પોટ નહીં રાખવા પર ભાર મુકવામાં આવ્યો છે. મહત્તમ કચરાના ઢગલા તળાવોના કિનારે જ હોય છે અને આ કચરો કચરો પાણીમાં ઊડીને પડતા ગંદકી ફેલાય છે. પાલિકા દ્વારા સફાઈની શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન અને દર મહિને વોર્ડમાં એક એવોર્ડ આપવા ઉપરાંત સેનેટરીને લગતી કર્મચારીઓને તાલીમ આપવા પણ વિચારણા કરાઈ રહી છે. ઉપરાંત લગ્ન અને સામાજિક પ્રસંગો યોજાતા હોય તેવા બેન્કવેટ હોલ, વાડી અને મેરેજ હોલ ખાતે ઝીરો વેસ્ટનો અભિગમ દાખવનારને સર્ટિફિકેટ આપવા સાથે આવા સ્થળે સૂકો કચરો અને ભીનો કચરો બહુ જ ભેગો થતો હોય છે. જે સ્થળે ગાર્બેજ પોઇન્ટ હોય તે નાબૂદ કરીને તેની દીવાલ પેઈન્ટ કરીને સ્પોટ નાબૂદી બાદ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. આવી જગ્યાઓ પર કોઈ ફૂલવાળાને બેસાડીને જગ્યા આપતા કોઈ ત્યાં કચરો પણ નહીં નાખે. સવારે ૯ સુધીમાં મેઇન રોડ નો કચરો ભરી લેવા અને રાત્રે ૮ થી ૧૧ મેઇન રોડ નો કચરો સાફ કરીને ભરી લેવાશે. દર શુક્રવારે બપોર પછી બ્રશિંગ કરીને ધૂળ ભરી લેવાશે. ગંદકી કરનારને અને પ્લાસ્ટિક થેલી વાપરનારને દંડિત કરાશે. જે કચરો વીણનારા છે તેઓને તાલીમ અને આઈ કાર્ડ આપવા પણ વિચારણા થઈ રહી છે.

ગંદકી કરનારા પાસેથી ૧૩૦૦૦નો વહિવટી ચાર્જની વસૂલાત

વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિઘ વિસ્તારોમાં સફાઈ કર્યા બાદ પણ કેટલાક સ્થળે લોકો દ્વારા કચરો નાંખીને ગંદકી કરવામાં આવે છે. ત્યારે પાલિકાની વોર્ડ કચેરીઓ દ્વારા શહેરના વિવિઘ સ્થળે ચેકીંગ હાથ ઘરીને ગંદકી કરનારા સામે દંડનિય કાર્યવાહી હાથ ઘરી છે.જેમાં લારી ગલ્લા પર ડસ્ટબીન નહી રાખનાર તેમજ દુકાનો સહિતની આસપાસ ગંદકી કરનારા પાસે થી પાલિકાની વિવિઘ વોર્ડ કચેરીઓ દ્વારા આજે રૂા.૧૩૩૫૦નો વહિવટી ચાર્જ વસૂલવામાંં આવ્યો હતો.