નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સને ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત વિશ્વાસ


નવીલિહી,તા.૨૨

ભારતીય અર્થતંત્ર ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે અને નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ એટલે કે દ્ગઇૈં લોકોને પણ ભારતીય અર્થતંત્રમાં ઘણો વિશ્વાસ છે. જેના કારણે તેમનું રોકાણ પણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતમાં વિવિધ ડિપોઝિટ સ્કીમમાં દ્ગઇૈંજ દ્વારા ૧ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. જે બિન નિવાસી ભારતીયોનો ભારતીય અર્થતંત્રમાં મજબૂત વિશ્વાસ દેખાડે છે.

નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ એટલે કે દ્ગઇૈંજને ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત વિશ્વાસ છે અને તેની સાબિતી એ છે કે એપ્રિલ મહિનામાં વિવિધ દ્ગઇૈં ડિપોઝિટ પ્લાન્સમાં તેમના દ્વારા ૧ બિલિયનની ડિપોઝિટ કરવામાં આવી છે. રોકાણનો આ આંકડો ગત વર્ષે સમાન ગાળામાં જાેવા મળેલા રોકાણ કરતાં તીવ્ર વધારો દર્શાવે છે. ગત વર્ષે સમાનગાળામાં ૧૫૦ મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ઇમ્ૈં)ના તાજેતરના ડેટા અનુસાર હવે કુલ આઉટસ્ટેન્ડિંગ દ્ગઇૈં ડિપોઝિટ હવે ૧૫૩ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ ઉછાળો ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતામાં વિદેશી ભારતીયોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં તેના વિશ્વમાં અગ્રણી વૃદ્ધિ પ્રદર્શન ચાલુ રાખવાની અપેક્ષા છે.

ભારતમાં દ્ગઇૈંજ માટે મુખ્ય ત્રણ ડિપોઝિટ સ્કીમ છે. જેમાં ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) અથવા તો હ્લઝ્રદ્ગઇ(મ્) જ્યાં ડિપોઝિટ લેનારી બેંક ફોરેન એક્સચેન્જનું જાેખમ ઉઠાવે છે. બીજી સ્કીમ છે નોન-રેસિડેન્ટ એક્સટર્નલ રૂપી એકાઉન્ટ અથવા તો દ્ગઇઈ(ઇછ) જ્યાં કરન્સીનું જાેખમ ડિપોઝિટર દ્વારા ઉઠાવવામાં આવે છે. જ્યારે ત્રીજી સ્કીમ છે નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી (દ્ગઇર્ં) ડિપોઝિટ સ્કીમ. દ્ગઇૈંજ આ ત્રણમાંથી પોતાની પસંદગીની સ્કીમમાં રોકાણ કરી શકે છે. એપ્રિલમાં દ્ગઇૈંજ દ્વારા જે સ્કીમમાં સૌથી વધુ રસ દાખવવામાં આવ્યો તે સ્કીમ છે દ્ગઇઈ(ઇછ) સ્કીમ. જેમાં કુલ ૫૮૩ મિલિયન ડોલરનું રોકાણ થયું હતું. જ્યારે હ્લઝ્રદ્ગઇ(મ્) સ્કીમમાં ૪૮૩ મિલિયન ડોલરનું રોકાણ આવ્યું હતું. દ્ગઇર્ં ડિપોઝિટ સ્કીમ જે દ્ગઇૈંજ દ્વારા સ્થાનિક ઉપયોગ માટે બનાવવામાં આવેલી છે અને ચોક્કસ મર્યાદા સુધી રિપેટ્રીએશન માટે પરવાનગી આપે છે તેમાં ૨૭ બિલિયન ડોલરનું રોકાણ થયું હતું. તુલનાત્મક રીતે દ્ગઇઈ(ઇછ) પાસે ૯૯ બિલિયન ડોલરની આઉટસ્ટેન્ડિંગ ડિપોઝિટ છે જ્યારે અને હ્લઝ્રદ્ગઇ(મ્) સ્કીમમાં ૨૬ બિલિયન ડોલરની ડિપોઝિટ છે.

કોરોના રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે વ્યાજ દરનું પ્રમાણ થોડું ઓછું હોવા છતાં દ્ગઇૈં ડિપોઝિટ ૧૩૧ બિલિયન ડોલરથી વધીને ૧૪૨ બિલિયન ડોલર થઈ હતી કારણ કે અન્ય એસેટ ક્લાસની અસ્થિરતા વચ્ચે બેંક ડિપોઝિટ લોકો માટે રોકાણના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઊભરી આવી હતી. જાેકે, કોરોનાકાળ પૂરો થયા બાદ આર્થિક પ્રવૃત્તિઓ સામાન્ય બની ત્યારે હ્લરૂ૨૨ અને હ્લરૂ૨૩માં દ્ગઇૈં ડિપોઝિટમાં ઘટાડો જાેવા મળ્યો હતો. નોંધપાત્ર રીતે મે ૨૦૨૩થી તેમાં નોંધપાત્ર વેગ જાેવા મળી રહ્યો છે. દ્ગઇૈં ડિપોઝિટ ભારતના એક્સટર્નલ ડેટમાં લગભગ એક ક્વાર્ટર (૨૪%) હિસ્સો ધરાવે છે, જે ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ૬૪૮ બિલિયન ડોલર હતું. જાેકે આમાંની મોટાભાગની ડિપોઝિટ એકથી ત્રણ વર્ષના સમયગાળાની છે, તેમ છતાં તે ડેટ સર્વિસિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જાેખમ ઉભું કરે છે કારણ કે આ ડિપોઝિટનો મોટાભાગનો હિસ્સો રોલ ઓવર થવાનું વલણ ધરાવે છે. દ્ગઇૈં ડિપોઝિટમાં તાજેતરનો વધારો ભારતીય અર્થતંત્રની સ્થિરતા અને વૃદ્ધિની સંભાવનાઓમાં નવેસરથી વિશ્વાસનો સંકેત આપે છે, જે આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે એક આકર્ષક સ્થળ તરીકે દેશની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution