02, ઓગ્સ્ટ 2021
1089 |
ગાંધીનગર-
આગામી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ આજે એટલે બીજી ઓગસ્ટે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિના દરમિયાન સરેરાશ 6.92 ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે.
વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 38.77 ટકા, સૌરાષ્ટ્રમાં 33.41 ટકા, કચ્છમાં 31.61 ટકા, મધ્ય ગુજરાતમાં 33.62 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30.67 ટકા વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદના કારણે ધીમે ધીમે જળાશયોના જળ સ્તરમાં વધારો નોંધાયો છે. રાજ્યના 207 ડેમની એકંદરે વાત કરીએ તો 11 ડેમમાં 90 ટકાથી વધુ પાણી છે.5 ડેમમાં 80થી 90 ટકા પાણી છે. 8 ડેમમાં 70થી 80 ટકા પાણી છે. રાજ્યમાં અગાઉના વર્ષોની તુલનામાં 38 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.