વોશિંગ્ટન-
અમેરિકાની આર્મીના રિપોર્ટમાં કર્યો દાવો
નોર્થ કોરિયા પાસે લગભગ ૬૦ પરમાણુ બોમ્બ છે. તે વિશ્વનો ત્રીજાે સૌથી મોટો દેશ છે જ્યાં લગભગ પાંચ હજાર ટન રસાયણિક હથિયાર છે. અમેરિકાની આર્મીએ એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. સિયોલની યોનહૈપ ન્યૂઝ એજન્સીએ મંગળવારે એક રિપોર્ટમાં કહ્ય્šં કે અમેરિકાની આર્મીના હેડક્વાર્ટરે નોર્થ કોરિયન ટેક્ટિક્સ નામથી એક રિપોર્ટ જાહેર કરી છે. તેમાં કહ્ય્šં છે કે નોર્થ કોરિયા આ હથિયારો મુકી દે તેવી કોઇ સંભાવના નથી.
નોર્થ કોરિયા પાસે ૨૦થી ૬૦ પરમાણુ બોમ્બ છે. તેની પાસે દર વર્ષે લગભગ ૬ નવા બોમ્બ બનાવવાની ક્ષમતા છે. તેની પાસે ૨૦ અલગ અલગ પ્રકારના ૨૫૦૦થી ૫૦૦૦ ટનના રસાયણિક હથિયારો છે. એવી પણ શક્્યતા છે કે નોર્થ કોરિયાની આર્મી તોપમાં પણ રસાણયકિ ગોળાનો ઉપયોગ કરી શકે છે.
નોર્થ કોરિયાએ જૈવિક હથિયારો પર રિસર્ચ કર્યું છે. શક્્યતા છે કે તેણે એન્થ્રેક્સ અને ચેચક(શીતળા રોગ)ને હથિયાર બનાવ્યા છે જેનો ઉપયોગ સાઉથ કોરિયા, અમેરિકા અને જાપાન વિરુદ્ધ કરી શકે છે. માત્ર એક કિલોગ્રામ એન્થ્રેક્સ સિયોલમાં લગભગ ૫૦ હજાર લોકોનો જીવ લઇ શકે છે.
એવું માનવામા આવે છે કે નોર્થ કોરિયાએ સાયબર વોરની ક્ષમતા પણ મેળવી લીધી છે. નોર્થ કોરિયા પાસે લગભગ ૬૦૦૦ હેકર છે જેમાંથી ઘણા ચીન, બેલારૂસ, મલેશિયા, રશિયા અને ભારતમાંથી કામ કરે છે.
કોરિયન દ્વીપકલ્પમાં પરમાણુ નિરસ્ત્રીકરણ અંગે ટ્રમ્પ અને કિમ વચ્ચે ગત વર્ષે ૧૨ જૂને સિંગાપોરમાં પહેલી બેઠક યોજાયી હતી. બીજી મુલાકાત ૨૮ ફેબ્રુઆરીએ વિયેતનામમાં થઇ હતી. કિમ જાેંગ ઉન ટ્રેનથી ૪ હજાર કિમીની મુસાફરી કરીને ત્યાં પહોંચ્યા હતા. ત્રીજી વખત ટ્રમ્પે ડિમિલિટ્રાઇઝ્ડ ઝોનમાં ૩૦ જૂને કિમ જાેંગ સાથે મુલાકાત કરી હતી.
Loading ...