માત્ર કરીના જ નહીં આ અભિનેત્રીઓ પણ પ્રેગ્નેન્સીમાં ભારે એક્ટીવ રહી છે!

મુંબઇ

સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં મહિલાઓને ઘરની બહાર જવા દેવામાં આવતી નથી. તેમને વધારે કામ ના આપવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ પ્રેગ્નન્સીમાં આ બધી વાત પર વિશ્વાસ રાખતી નથી. ઘણી એક્ટ્રેસ પ્રેગ્નન્સીમાં પણ પહેલાની જેમ જ એક્ટિવ દેખાય છે. સાથે જ તેઓ પોતાનો બેબી બમ્પ પણ ફ્લોન્ટ કરવામાં કોઈ શરમ અનુભવતી નથી. ઘણી એક્ટ્રેસ છે જેઓ પ્રેગ્નન્સીમાં પોતાનો બેબી બમ્પ જાહેરમાં દેખાડે છે. આવા ટ્રેન્ડને ફોલો કર્યો હોય તેવી એક્ટ્રેસ પર એક નજર નાખીએ... 

કરીના કપૂર ખાન

કરીના 2021માં બીજીવાર માતા બનવાની છે. તે પોતાની પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે, તેણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં જ તેણે અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું છે. કરીના પોતાનો બેબી બમ્પ દેખાડવામાં જરાય શરમ અનુભવતી નથી. વર્ષ 2016માં તેણે તૈમૂરના જન્મ પહેલાં ઈવેન્ટ્સ અને ફોટોશૂટમાં બેબી બમ્પ સાથે પોઝ આપ્યા હતા.


અનુષ્કા શર્મા

જાન્યુઆરી 2021માં અનુષ્કા પ્રથમવાર મા બનશે. અનુષ્કા માતા બનવાની દરેક પળને એન્જોય કરી રહી છે અને તેનો પ્રેગ્નન્સી ગ્લો પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં બેબી બમ્પ સાથેના ફોટોઝ તે શેર કરતી રહે છે. અનુષ્કાએ વિરાટ કોહલી સાથે ડિસેમ્બર 2017માં લગ્ન કર્યાં હતાં.


અમૃતા રાવ

વિવાહ એક્ટ્રેસ અમૃતા રાવ પણ ટૂંક સમયમાં માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. અમૃતાનો પ્રેગ્નન્સીનો નવમો મહિનો ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તેમના ઘરે પારણું બંધાવાનું છે. અમૃતાએ 7 વર્ષ પહેલાં RJ અનમોલ સાથે લગ્ન કર્યાં હતાં.


સોહા અલી ખાન

2017માં દીકરી ઈનાયાને જન્મ આપ્યા પહેલાં સોહાએ પણ સોશિયલ મીડિયા પર બેબી બમ્પ દેખાડ્યો હતો. પ્રેગ્નન્સીમાં યોગ કરતો તેનો ફોટો લોકોને ગમ્યો પણ હતો અને વાઇરલ પણ થયો હતો. સોહાએ વર્ષ 2015માં કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યાં હતાં.


લીઝા હેડન

 ‘શૌકીન’, ‘એ દિલ હૈ મુશ્કેલ’ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી લીઝાનો પ્રેગ્નન્સીમાં બોલ્ડ અંદાજ એક સમયે ખૂબ ચર્ચામાં હતો. બિકિનીમાં બેબી બમ્પ દેખાડીને તેણે ઘણા ફોટોઝ શેર કર્યા હતા. લીઝા બે બાળકોની માતા છે. તેણે વર્ષ 2016માં ડીનો લાલવાણીને પોતાના પાર્ટનર તરીકે પસંદ કર્યો હતો.


સમીરા રેડ્ડી

2019માં અન્ડરવોટર પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવીને સમીરા રેડ્ડી ચર્ચામાં આવી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયામાં પ્રેગ્નન્સી દરમિયાન ઘણા ફોટોઝ શેર કર્યા હતા. સમીરાએ આ ફોટોઝની સાથે પ્રેગ્નન્સીમાં પડતી તકલીફોનો ઉલ્લેખ પણ કર્યો હતો. સમીરા એક દીકરી અને દીકરાની માતા છે. તેણે 2014માં અશ્વિની વર્દે સાથે લગ્ન કર્યાં હતાં.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution