ગુજરાતની પ્રજાને આશા અને અપેક્ષા હતી, તેવું બજેટમાં કંઈ થયું નથી : ચાવડા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ફેબ્રુઆરી 2026  |   1584

ગાંધીનગર, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્ય સરકારે ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કુલ ૮ ટકા વધારા સાથે જીએસટી કરદાતાની સંખ્યા ૧૩.૬૯ લાખ થઈ છે. વર્ષ ૨૦૨૬-૨૭ માં અંદાજ અનુસારની પુરાંત ૧૧૮૪ કરોડ હતી. ઈલેક્ટ્રિક વાહનોમાં ૫ ટકા સુધી રિબેટ આપવાથી ૨૧૦ કરોડ નાગરિકોને રાહત મળશે. રાજ્યનું એકંદર ઉપાડ ૩ ટકા સામે ૧.૨૭ ટકા છે. ગુજરાતને લોન માટે કોઈ પરવાનગીની જરૂર નથી. ગુજરાતનું દેવું લિમિટમાં છે. ગુજરાતનું ૧૪.૬૫ ટકા દેવું છે જે મર્યાદિત છે. જે દેવું લીધું છે એ ખૂબ જ સસ્તુ ૫.૫ ટકા દરે દેવું છે. નેશનલ જીડીપીમાં ગુજરાતનું ભાગીદારી છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨,૩૧,૫૮૪ આવક હતી. વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩,૦૦,૯૫૭ માથાદીઠ આવક નોંધાઈ છે. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ થયું. નાણામંત્રી કનુ દેસાઈએ ૪ લાખ ૦૮ હજાર ૫૩ કરોડનું અને ૯૭૪ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યુ, આ બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે ર્નિણય લેવામાં આવ્યા છે જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યા તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જાે કે બજેટ બાદ કોંગ્રેસે બજેટને ઝીરો માર્ક આપી સવાલ ઉઠાવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, વિકસિત ભારતને ધ્યાને રાખી બજેટ રજૂ કરાયું છે અને ગુજરાતનું દેવું પણ લિમિટમાં છે, ગુજરાતનું ૧૪.૬૫ ટકા દેવું છે, જે મર્યાદિત હોવાનું કનુ દેસાઈએ જણાવ્યું. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની પ્રજાને આશા અને અપેક્ષા હતી, તેવું કઈ થયું નથી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution