દિલ્હી-

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના 'ગેરકાયદેસર કન્વર્ઝન' એક્ટને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે હાલ કાયદા ઉપર સ્ટે આપ્યો નથી પરંતુ બંને રાજ્યોને નોટિસ ફટકારી છે અને સરકારો પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ કાયદાઓની બંધારણીયતાની તપાસ કરશે.  અરજદારે કોર્ટને કાયદો બંધ કરવા માંગ કરી હતી.

નોંધનીય છે કે આ મામલે બે વકીલો અને કાયદા સંશોધનકર્તા ઉપરાંત એક એનજીઓએ અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદાનો ખોટો ઉપયોગ કોઈપણને ખોટી રીતે લગાડવા માટે કરી શકાય છે. દેશના કેટલાક રાજ્યોએ કન્વર્ઝન વિરોધી કાયદા ઘડ્યા છે, જેના માટે સમાજના જુદા જુદા વર્ગ અને રાજકીય પક્ષો વિવિધ જોગવાઈઓ વિશે જુદા જુદા મંતવ્યો ધરાવે છે. એક બાજુ આ કાયદાના દુરૂપયોગની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ ગંગા જામુની તેહઝિબ માટે તે જરૂરી માનવામાં આવી રહી છે.