વડોદરા, તા.૨૧

વડોદરા શહેરના માંજલપુર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લગભગ ૩૦ થી ૩૫ વર્ષ જૂની ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના ૧૨૦૦ જેટલા મકાનો જર્જરીત થઈ જતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેનો સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવ્યો હતો. જેમાં મકાનો જર્જરિત થઈ ગયાનો રિપોર્ટ આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતાં વડોદરા કોર્પોરેશને ૧૨૦૦ મકાનોને નિર્ભયતાની નોટિસ આપી જરૂરી રિપેરીંગ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સબમીટ કરવા કે સ્ટ્રક્ટરને ઉતારી લેવાની સૂચના આપી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોર્પોરેશન, વુડા દ્વારા સ્મલ ફ્રી સિટીના ભાગરૂપે વસાહતો અને ઝૂંપડપટ્ટી તોડી પાડી લોક ભાગીદારીમાં નવેસરથી આવાસ યોજનાના મકાનો બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ત્યાં રહેનારા લોકોને મકાનોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જ્યારે બાકીની ખુલ્લી થયેલી જમીનનો લાભ બિલ્ડરને મળતો હોય છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જીઆઈડીસી રોડ પર ૩૫થી ૪૦ વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મારુતિ ધામ, નિર્માણ પાર્ક અને પાર્થભૂમિ નામની ત્રણ આવાય યોજનાના મકાનોનો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રકચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આ મકાનો જર્જરિત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જે આધારે તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ત્યાંના રહીશોને નોટિસ આપી હતી અને જરૂરી રિપેરીંગ કરાવી લેવું અથવા જર્જરિત મકાન ઉતારી લેવાની સૂચના આપી હતી.

જાેકે, રહીશો દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા મકાનો જર્જરિત થઈ ગયા હોવા અંગેનો રિપોર્ટ વડોદરા કોર્પોરેશનને પણ નોટિસ આપીને જાણ કરી હતી. જે આધારે વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા મારુતિ ધામ, નિર્માણ પાર્ક અને પાર્થ ભૂમિમાં રહેતા રહેતા ૧૨૦૦ જેટલાને નોટિસ આપી જર્જરીત મકાનોનુ સ્વખર્ચે રીપેરીંગ કરાવીને તેનો સ્ટ્રક્ચર સ્ટેબીલીટી રીપોર્ટ સબમીટ કરવા કે જર્જરીત બાંધકામને ઉતારી લેવાની નોટીસ આપી છે.જાે કોઈ કાર્યવાહી નહી કરાય તો સંભવીત અકસ્માત કે સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે તેવી નોટીસ સાથે સુચના આપી છે.