હવે ગુનાહિત ઇતિહાસ વાળી વ્યક્તિ એજન્ટ બની શકશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026  |   2079

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત આગામી તા. ૨૬ એપ્રિલના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જાે કે તે અગાઉ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ર્નિણય લેવાયો છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાન એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની જાેગવાઈમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઇન જાહેર કરાઇ છે. અગાઉ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો. પરંતુ હવે ચૂંટણીપંચે આ જાેગવાઈ રદ કરીને નવી છૂટછાટ આપી છે, જેનાથી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ મતદાન એજન્ટ તરીકે નિયુક્ત થઈ શકશે. આ ર્નિણય બાદ રાજકીય વર્તુળોમાં અને જનતા વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાનની પ્રક્રિયા સમયે રાજકીય પક્ષો દ્વારા કરાતી મતદાન એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની જાેગવાઈમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. રાજયમાં અગાઉ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા મતદાન એજન્ટોની નિમણૂક કરવામાં આવતી હોય છે. તેમાં રાજ્ય ચૂંટણી પંચની એક એવી જાેગવાઈ હતી કે, કોઈ પણ રાજકીય પક્ષ મતદાનના દિવસે મતદાન મથક પર મતદાન એજન્ટોની નિમણૂક કરવામાં આવતી હતી. જાે કે, કોઈ પણ રાજકીય પક્ષ મતદાન એજન્ટ તરીકે કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિને મતદાન એજન્ટ તરીકે નિયુક્ત કરવા પર પ્રતિબંધ હતો. જાે કે, આ નિયમ કે જાેગવાઈનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનિયતા જાળવવાનો હતો. જાે કે, રાજ્ય ચૂંટણી પંચના સચિવ રાજદેવસિંહ જી. ગોહિલ દ્વારા ગઇકાલે તા. ૨૩-૦૪-૨૦૨૬ના રોજ એક સૂચના પ્રસિદ્ધ કરીને શહેર/જિલ્લા મ્યુનિસિપલ/ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તમામને ઉલ્લેખીને એક પત્ર મોકલાયો છે. જેમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી-મતદાન એજનત અને મતગણતરી એજન્ટની નિમણૂક બાબતે જણાવાયું છે. જેમાં રાજ્ય ચૂંટણી પંચના સચિવે જણાવ્યું છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજવામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઉમેદવાર વતી મતદાન મથકે/મતગણતરી કેન્દ્રમાં હાજર રહેવા ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટે માટેડન એજન્ટ/મતગણતરી એજન્ટની નિમણૂક અંગે વિસ્તૃત સૂચનાઓના સંદર્ભના આયો૦ગણા પરિપત્રથી આપવામાં આવેલી છે. આ સંબંધમાં મતદાન એજન્ટ/ મતગણતરી એજન્ટની નિમણૂક અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ માટે નિયુક્ત થનાર મતદાન એજન્ટ તે જ મતદાન મથક અથવા વધુમાં વધુ પાડોશી મતદાન મથકના મતદાર અને સામાન્ય રીતે નિવાસી હોય તેવા સ્થાનિક વ્યક્તિને મતદાન એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવે તે અપેક્ષિત અને ઇચ્છનીય છે. આ મુજબ મતદાન એજન્ટોની નિમણૂક કરવામાં કોઈપણ મુશ્કેલી કિસ્સામાં હવે નગરપાલિકા/મહાનગરપાલિકાની ચૂંટણી માટે જે તે નગરપાલિકા/મહાનગરપાલિકાના જે તે વોર્ડના કોઈ પણ વોર્ડના કોઈપણ મતદાર મંડળના કોઈપણ મતદારની મતદાન એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે. જ્યારે તાલુકા/જિલ્લા પંચાયત માટે જે તે પંચાયતના જે તે મતદાર મંડળના કોઈપણ મતદારની મતદાન એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે. તે જ પ્રમાણે મતગણતરી એજન્ટ નગરપાલિકા/મહાનગરપાલિકાના કિસ્સામાં ચૂંટણી હેઠળના જે તે વોર્ડની મતદાર હોવો જાેઈશે. તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણીના કિસ્સામાં જે તે મતદાર મંડળનો મતદાર હોવો જાેઈએ. વધુમાં સંદર્ભના આયોગના પરિપત્રની ‘નિયુક્તિ કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ/ મતદાર એજન્ટ/ મતગણતરી એજન્ટ પર કોઈપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જાેઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જાેઈએ.’ની જાેગવાઈ આથી રદ આવે છે. મતદાન એજન્ટ/મતગણતરી એજન્ટની નિમણૂક, લાયકાત, ગેરલાયકાતો અંગેની સંદર્ભના પરિપત્રની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

અગાઉનો નિયમ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા-વિશ્વસનિયતા જાળવવાનો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓને મતદાન એજન્ટ તરીકે નિમવા પર પ્રતિબંધ હતો. આ નિયમનો હેતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનો હતો. પરંતુ હવે ચૂંટણીપંચે આ જાેગવાઈ રદ કરીને નવી છૂટછાટ આપી છે, જેના કારણે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ મતદાન એજન્ટ તરીકે નિયુક્ત થઈ શકશે.

રાજકીય વર્તુળોમાં અને નાગરિકોમાં ભારે ચર્ચા શરૂ

રાજ્ય ચૂંટણી પંચના આ ર્નિણયથી રાજકીય વર્તુળોમાં અને નાગરિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો માને છે કે આ પગલું ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે, જ્યારે અન્ય લોકોનો દાવો છે કે દરેક નાગરિકને સમાન તક આપવી જાેઈએ, ભલે તેમનો ભૂતકાળ જેવો હોય.

ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સમયે રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરાતા મતદાન એજન્ટો ગુનાહિત ધરાવતા હોય તે પણ મતદાન એજન્ટ બની શકશે તેવો રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા કરાયેલા આ સુધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ચૂંટણી પંચના આ નિયમનો ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમણે રાજ્ય ચૂંટણી પંચને ભાજપનું એજન્ટ કહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભાજપે અનેક કાવતરા ઘડયા છે. ભાજપે અગાઉ પોલીસ, એલસીબી, એસઓજીને કામે લગાડ્યું હતું. અમારી વારંવાર રજૂઆત છતાં ચૂંટણીપંચે કોઈ પગલા લીધા ન હતા. નિયમોમાં ફેરફારને કારણે ડર અને ભય વગર મતદાન નહીં થઈ શકે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution