ગાંધીનગર, ગુજરાત હવે માત્ર વેપાર અને ઉદ્યોગનું જ કેન્દ્ર નથી રહ્યું, પરંતુ વિશ્વના રમતગમત નકશા પર પણ પોતાની અમીટ છાપ છોડવા તૈયાર છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની ગુજરાતને મળતા રાજ્યની વૈશ્વિક પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવાની મહારાહ નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ૧૨૭૮ કરોડની માતબર રકમની જાેગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળનો મુખ્ય હેતુ અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ હબ બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓ માટે પણ શહેર સજ્જ રહે. વિધાનસભામાં નાણાંમંત્રીએ રજુ કરેલા બજેટમાં જણાવ્યું છે કે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી’ બનાવવા માટેના આયોજનમાં નીચેની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમોનું નિર્માણ કરવામાં આવશે. રમતવીરો અને પ્રેક્ષકોની સુવિધા માટે આધુનિક મેટ્રો રેલ અને બસ ટ્રાન્સપોર્ટ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. રસ્તાઓનું નવીનીકરણ, લાઈટિંગ અને પ્રવાસન સ્થળોના વિકાસ સાથે શહેરનો કાયાકલ્પ થશે. કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે. બાંધકામ, હોસ્પિટાલિટી (હોટેલ), ટ્રાન્સપોર્ટ અને સેવા ક્ષેત્રમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. વૈશ્વિક સ્તરે પ્રચાર થવાથી વિદેશી રોકાણકારો માટે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બનશે. રમતગમત પ્રેમીઓ અને પ્રવાસીઓના આગમનથી રાજ્યના પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળશે. આ પ્રોજેક્ટથી નિર્મિત થનારી સુવિધાઓ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે આવનારી પેઢીઓ માટે લાંબાગાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાબિત થશે.” નોંધનીય છે કે, ૧૨૭૮ કરોડના આ પ્રોજેક્ટ સાથે અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ ના આયોજનથી ગુજરાતની ગરિમા વિશ્વસ્તરે વધશે અને રાજ્યના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પોતાના જ આંગણે મળશે.
અમદાવાદમાં કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ૫૦૦ કરોડની ફાળવણી
અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ૫૦૦ કરોડની જાેગવાઈ.ઇન્સ્ટિલટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ૧૮૬ કરોડની જાેગવાઇ. યુ.એન.મહેતા ઇન્સ્ટિ ટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ૧૬૭ કરોડની જાેગવાઇ. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિોટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ૧૫૩ કરોડની જાેગવાઇ. અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિ ટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજાે તેમજ હોસ્ટેલ માટે ૫૮ કરોડની જાેગવાઇ. અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ૩૫ કરોડની જાેગવાઇ.
ધોલેરા સર પ્રોજેક્ટના ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે ૬૧૦ કરોડની ફાળવણી
આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે તેમાં ધોલેરા અને સાણંદનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરાને ગ્રીન ફિલ્ડ શહેર બનાવવા માટે પહેલ કરી હતી, ત્યારે હવે તેમાં વૃધ્ધી જાેવા મળી રહી છે. આજે રાજ્યના બજેટમાં સાણંદ અને ધોલેરાનો ઉલ્લેખ કરીને સેમીકોન હબ ગુજરાતને બનાવવા અને રાજ્યમાં ચીપનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.ખાસ કરીને ધોલેરા અને સાણંદમાં બની રહેલી ચીપ ફેક્ટરીને ભારતની સેમીકોન આર્ત્મનિભરતાનો મુખ્ય આધારસ્તંભ બનાવવા માટે ૬૧૦ કરોડની જાેગવાઈ કરી છે, તેમાં સરકાર દ્વારા ધોલેરા સર પ્રોજેક્ટના ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના અમલી કરણ માટે ધોલેરા એરપોર્ટ, નવા રોડ રસ્તાઓ, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજળીનું વિતરણ અને સ્માર્ટ આઇસીટી સુવિધાઓ વિકસાવવા માટે ૬૧૦ કરોડની જાહેરાત બજેટમાં કરવીમાં આવી છે. જેથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારીનું વૈશ્વિક હબ બને.
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવા ૧૦૦ કરોડ
શૈક્ષણિક માળખાકીય વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવા ૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે આદિજાતિ વિસ્તારોના ૧૫ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માટે ૨૫૦ કરોડ ફાળવીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગારી માટે “નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન” માટે ૨૨૬ કરોડ અને “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ તાલીમાર્થીઓને માસિક સહાય આપવા ૮૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સંશોધન અને નવીનતા પ્રોત્સાહન માટે એલડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા ૫૧ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારના નવા બજેટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્યની કુલ વસ્તીમાં ૩૬ ટકા કરતાં વધુ યુવાનોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓ માટે કુલ ૫૯૬૭ કરોડની શિષ્યવૃત્તિ જાેગવાઈ જાહેર કરવામાં આવી છે. ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવામાં આવશે. સાથે જ કુમાર વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા ૨.૫૦ લાખથી વધારીને ૬ લાખ કરવામાં આવી છે, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે. આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા લગભગ ૨.૭૭ લાખ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ૨૧૬૦માંથી વધારી ૨૫૦૦ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં આધુનિક સુવિધાઓ સાથે વધુ ૯૨૬ પી.એમ. શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે. “એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય”ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી સંકલિત શાળાઓ વિકસાવવા ૧૨૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
નર્મદાના પાણીને ઉ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાળવા સુજલામ સુફલામ સહિત ૩ યોજના માટે ૩૦૦૦ કરોડથી વધુની ફાળવણી
નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ૧૩૩૩ કરોડ એમ કુલ ૩૦૪૩ કરોડની જાેગવાઇ. - હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ૧૪૨૦ કરોડની જાેગવાઇ.ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ૮૯૬ કરોડની જાેગવાઇ.- ડેમ સેફ્ટી માટે ૬૯૩ કરોડની જાેગવાઇ.- સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ૬૨૪ કરોડની જાેગવાઇ.- આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઇ યોજના માટે ૪૮૫ કરોડની જાેગવાઇ. અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ૬૦૦ કરોડની જાેગવાઇ.- સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા એસઆઇઆર વિસ્તારને પાઇપલાઇન દ્વારા ૧૦૦ એમએલડી પાણી પૂરું પાડવા માટે ૩૦૦ કરોડની જાેગવાઇ.,- કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ૨૩૦ કરોડની જાેગવાઇ.- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્વહન પાઈપ પ્રોજેક્ટ માટે ૮૦ કરોડની જાેગવાઇ. પાણી પુરવઠા પ્રભાગ માટે ૬૯૮૪ કરોડની જાેગવાઇ.વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત ૨૪૦ ગામો માટેની સુધારણા યોજના માટે ૩૪૬ કરોડના કામો માટે જાેગવાઇ.- બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ૧૫૩ કરોડના કામો પ્રગતિ હેઠળ.- સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે.
Loading ...
