મુંબઈ
હવે વધુ એક બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ આવ્યા છે. ગોવિંદાનો કોરોનાન સામાન્ય લક્ષણો છે. આ પહેલા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગોવિંદા એ જણાવ્યું કે તેમનો ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું હતું કે હાલમાં હોમ ક્વોરન્ટાઈનમાં છે. ‘કૂલી નંબર ૧’અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે તેઓ ડોક્ટોરની સલાહ હેઠળ સારવાર અને તમામ જરૂરી સાવચેતી પગલાં લઈ રહ્યા છે. ગોવિંદાએ જણાવ્યું હતું કે, “હું કોરોનાવાયરસને દૂર રાખવા માટે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યો છું. જો કે, હળવા લક્ષણોના પગલે મેં આજે કોરોના ટેસ્ટ કરાવ્યું હતું જે પોઝિટિવ આવ્યો છું. ઘરે અન્ય તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુનિતા (પત્ની) થોડા અઠવાડિયા પહેલા જ કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થઈ છે.” આ પહેલા રણબીર કપૂર, આમિર ખાન, સતિશ કૌશિક,સંજય ભણશાલી, અમિતાભ બચ્ચન, કાર્તિક આર્યન સહિતના કેટલાક સેબેલ્સ સંક્રમિત થઇ ચૂક્યાં છે.
Loading ...