હવે લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી વચ્ચે સરેન્ડર કરશો તો પણ વધુ રૂપિયા મળશે
19, જુન 2024 5148   |  


નવીદિલ્હી,તા.૧૯

જે લોકોને વચ્ચે જ લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરવાનો વારો આવે છે તેમના માટે એક ખુશ ખબર છે. ઈન્શ્યોરન્સની રેગ્યુલેટરી બોડી ૈંઇડ્ઢછૈંએ આ મામલે ચિંતા દૂર કરી દીધી છે. જેથી હવે વચ્ચે પોલિસી સરેન્ડર કરવા પર પહેલા વર્ષથી જ સરેન્ડર વેલ્યુ આપવી પડશે.

લાઇફ ઈન્શ્યોરન્સના પોલિસી ધારકો માટે એક ખુશ ખબર છે. જાે કોઈ પોલિસી ધારક પોલિસીને કેટલાક મહિના બાદ તેને વચ્ચે બંદ કરી નાખે તો તેને વધુ પૈસા મળશે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ૈંઇડ્ઢછૈં)એ આ નિયમમાં મહિના પહેલા બદલાવ કર્યો હતો. પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીઓનું કહેવું હતુ કે આ નિયમમાં ફેરફાર કરવામાં આવે. પણ ૈંઇડ્ઢછૈંએ નિયમમાં ફેરફાર કરવાની મનાઈ કરી દિધી છે. જેથી વચ્ચે પણ પોલિસી સરેન્ડર કરી શકાશે.

આ નિયમમાં ફેરફારથી પોલિસી ધારકને વધુ પૈસા મળવા પર કંપનીના નફામાં ૧૦૦ બેસિસ પોઇન્ટની અસર પડી શકે છે. મોટી સંખ્યામાં લોકો શરૂઆતના સમયમાં પોતાની પોલિસી સરેન્ડર કરી નાખે છે. આથી આ નિયમ તેવા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબીત થશે. વધુ વર્ષો બાદ સરેન્ડર કરવા પર વધુ રકમ મળશે પણ તે શરૂઆતમાં મળનારી રકમ કરતા ઓછી હશે.

ૈંઇડ્ઢછૈં જ્યારે આ નિયમ લઈને આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે, જાે તમે વચ્ચે જ પોલિસી બંદ કરાવી દો છો તો તમને મળવાપાત્ર રકમ ઓછામાં ઓછી એટલી તો હોવી જાેઈએ જેટલી ભવિષ્યમાં મળનાર સમ ઈન્શ્યોર્ડ અને બાકી ફાયદાને મેળવી આજના હિસાબે થતી હોય. તો સામે વીમા કંપનીઓનું કહેવું હતુ કે, ઈન્શ્યોરન્સ જલ્દી પૈસા નીકળવા માટે નહીં પણ ભવિષ્ય માટે હોય છે.

આ નિયમ લાગૂ થતાં હવે ઈન્શ્યોરન્સ કંપનીઓએ વધુ પૈસા રિઝર્વ રાખવા પડશે. ભવિષ્યના દાવા માટે કંપનીઓએ અલગથી પૈસા રાખવા પડશે. આ માટે કંપનીએ વધુ પૈસાની જરૂર પડશે. કંપનીઓનું કહેવું છે કે આ નિયમ કરતા ખોટી પોલિસીના વેચાણ પર પુરેપૂરુ પ્રીમિયમ રિટર્ન કરવું સારું હતું. ઉલ્લેખનીય છે કે, ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે તે નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે જેમાં ગ્રાહકોને સૂચના પત્ર આપવામાં આવશે. આ સૂચના પત્રમાં આસાન ભાષામાં પોલિસી સંબધિત જાણકારી લખવામાં આવી હશે. જેમાં શરતો, ફાયદા સહિતની વિગતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution