મુંબઇ-

હીરામંડી એ સંજય લીલા ભણશાલીનો એ આગામી પ્રોજેક્ટ છે જેમાં ટોચની અભિનેત્રીઓ કામ કરતી જાેવા મળવાની છે. આ શોમાં ડાન્સની ઘણી સિકવન્સો હોવાથી ભણશાલી ડાન્સમાં નિપુણ હોય તેવી અભિનેત્રીઓને સાઇન કરી રહ્યા છે. છેલ્લી માહિતી અનુસાર, પંજાબની અભિનેત્રી વામિકા ગેબી આ સીરીઝનો હિસ્સો બની ગઇ છે. આ સીરીઝમાં મનિષા કોઇરાલા, જુહીચાવલા, માધુરી દીક્ષિત, રેખા, સોનાક્ષી સિંહા, ઋચા ચઢ્ઢાના નામ બોલાયા છે. હવે આ યાદીમાં પંજાબી અભિનેત્રી વામિકાનું નામ ઉમેરાયું છે. બોલીવૂડના એકટર્સો સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાનું શમણું હોય છે. લાગે છે કે આ વેબ સીરીઝમાં ઘણાના શમણાં સાચા પડવાના છે. સંજય લીલા ભણશાલી હાલ પોતાની આવનારી વેબસીરીઝ હીરામંડી માટે ચર્ચામાં છે. આ વેબ શોમાં કહેવાય છે કે, ૧૮ અભિનેત્રીેઓ કામ કરતી જાેવા મળવાની છે. જેમાં હવે પંજાબી અભિનેત્રી વામિકા ગેબીનું નામ ઉમેરાયું છે. વામિકા આ શોમાં મજબૂત પાત્ર ભજવતી ોવા મળવાની છે. તે જલદી જ પોતાના રોલની તૈયારી કરવાની શરૂઆત કરી દેશે.