અમદાવાદ: 16

કેન્દ્ર સરકાર દ્વારા દિવસે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને રાંધણ ગેસ મામલે આજે અમદાવાદમાં પોલીસ પરમિશન સાથે ભાજપ સરકાર સામે એ આઈ એમ આઈ એમ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રેમદરવાજા પાસે આજે સવારે AIMIM પાર્ટીના કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો "હાય રે ભાજપ હાય હાય" મોદી સરકાર વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.


AIMIM પાર્ટીના દરિયાપુર વોર્ડના પ્રમુખ ઝાબિરએ જણાવ્યું હતું કે આજે મોંઘવારી મુદ્દે આજે પોલીસ પરમિશન સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. જેમાં પેટ્રોલ, ડીઝલ, દુધના ભાવમાં સતત વધારો થાય છે અને જો આ ભાવવધારો પાછો નહિ ખેંચવામાં આવે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે.


AIMIM પાર્ટી દ્વારા આજે પ્રેમદરવાજા પાસે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જમાલપુરના કોર્પોરેટર બીનાબેન સોલંકી સહિતના કોર્પોરેટર, હોદ્દેદાર, કાર્યકર્તાઓએ બેનર અને પ્લેકાર્ડ સાથે " હાય ર ભાજપ હાય હાય, પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો, દૂધના ભાવ ઓછા કરો" જેવા નારા લગાવ્યા હતા. પોલીસની હાજરીમાં ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.