હવે, ઈરાન અમેરિકાના ઘરમાં ઘૂસ્યું : US વિદેશમંત્રી માર્કો રુબિયો-રક્ષામંત્રી પીટ હેગસેથના ઘર ઉપર ડ્રૉન દેખાયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026  |   1980


વોશિંગ્ટન   :વોશિંગ્ટનમાં અમેરિકન સેનાના એક મહત્વપૂર્ણ બેઝ ઉપર શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યા છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ સૈન્ય બેઝ ફોર્ટ લેસ્લી મેકનેયરની અંદર રહી રહ્યા છે. આ તે જ બેઝ છે જ્યાં વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ રહે છે. આ મામલાની જાણકારી ધરાવતા ત્રણ લોકોએ જણાવ્યું કે આ ડ્રોનની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને તે પણ સ્પષ્ટ નથી કે તેઓ ક્યાંથી આવ્યા હતા.

એક ઉચ્ચ અધિકારીમા જણાવ્યા મુજબ, અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પરના હુમલાઓને કારણે સુરક્ષા એલર્ટ પહેલેથી જ વધારી દેવામાં આવ્યું છે. આ જ કારણોસર સેના સંભવિત જાેખમો પર બાજ નજર રાખી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં એક રાત દરમિયાન ફોર્ટ લેસ્લી મેકનેયર ઉપર ઘણા ડ્રોન જાેવા મળ્યા, જેના પછી સુરક્ષા વધારી દેવામાં આવી અને વ્હાઇટ હાઉસમાં આ મુદ્દે ઇમરજન્સી બેઠક પણ થઈ હતી. ફોર્ટ મેકનેયર ઉપર ડ્રોન દેખાયા પછી અધિકારીઓએ એ પણ વિચાર્યું કે શું રુબિયો અને હેગસેથને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. જાેકે, હજુ સુધી તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા નથી.

 દુનિયાભરમાં અમેરિકન દૂતાવાસો માટે ચેતવણી જારી

અમેરિકાએ દુનિયાભરમાં પોતાના દૂતાવાસો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે અને દેશની અંદર ઘણા સૈન્ય ઠેકાણાઓ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યૂજર્સીના જાેઈન્ટ બેઝ મેકગ્વાયર-ડિક્સ-લેકહર્સ્ટ અને ફ્લોરિડાના મેકડિલ એર ફોર્સ બેઝ પર સુરક્ષા સ્તર વધારીને ‘ચાર્લી’ કરી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય છે કે કોઈ હુમલા કે ખતરાની આશંકા છે. આનાથી ઉપર ફક્ત ‘ડેલ્ટા’ સ્તર હોય છે, જે ત્યારે લાગુ પડે છે જ્યારે હુમલો થઈ ચૂક્યો હોય કે થવાનો હોય.

૬ મહિના પહેલાં લોકેશનનો ખુલાસો થયો

ઓક્ટોબરમાં ઘણી મીડિયા રિપોર્ટ્સમાં રક્ષા મંત્રી પીટ હેગસેથ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોના ત્યાં રહેવાની માહિતી સાર્વજનિક થઈ ચૂકી હતી. સામાન્ય રીતે આટલા મોટા પદો પર બેઠેલા લોકો ક્યાં રહે છે, તે માહિતી સાર્વજનિક કરવામાં આવતી નથી, કારણ કે તેનાથી તેમની સુરક્ષાને જાેખમ થઈ શકે છે.

 યુદ્ધ વચ્ચે મોદીની ત્રણ દેશોના વડા સાથે મંત્રણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ આ પહેલા મલેશિયાના વડાપ્રધાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પણ તેમણે પશ્ચિમ એશિયાના સંકટ પર ચર્ચા કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution