હવે કોરોના સાથે જીવતા શીખી લો, યુવાનોને પણ છે મોતનો ખતરોઃ WHO
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, જુલાઈ 2020  |   2673

જિનિવા-

વિશ્વ સ્વાસ્થય સંગઠનએ ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જાેઇએ. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રાૅસ અડહાૅનમ ગીબ્રીએસુસએ કહ્યું કે દુનિયાએ કોરોના વાયરસ સાથએ જીવતા શીખવું પડશે. ડબલ્યુએચઓ કહ્યું કે જાે યુવાનો તેમ સમજી રહ્યા છે કે તેમના આ વાયરસથી કોઇ નથી કે ઓછો ખતરો છે તો તેમને કહી દઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે. અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે.

માટે સારું તે જ રહેશે કે આપણે વાયરસ સાથે રહેવાનું શીખી લઇએ અને આપણે પોતાના અને બીજાના જીવનની સુરક્ષા કરતા રહીએ. જીવન જીવવા માટે જરૂરી સાવતેચી અપનાવવાની જરૂર છે. સાથે જ તેમણે અનેક દેશોમાં ફરી જાહેર કરેલા પ્રતિબંધોની પણ પ્રશંસા કરી છે. ટેડ્રોસે સાઉદી અરબે લગાવવામાં આવેલા પ્રતિબંધોની વાત કરતા સાઉદી સરકારના કામના વખાણ કર્યા અને કહ્ય્šં કે આ રીતના કડક પગલા લઇને સરકાર સારું ઉદાહરણ રજૂ કરી રહી છે. આજના સમયમાં બદલતી હકીકતની સાથે તાલમેળ બનાવવા શું કરવું તે વિચારવું જાેઇએ.

વધુમાં તેમણે કહ્યું કે અનેક દેશોના યુવાનો માને છે કે તે યુવાન છે માટે તેમને બહુ બહુ તો સામાન્ય સંક્રમણ થઇ શકે છે અમે પહેલા પણ ચેતવણી આપી છે અને હજી પણ કહીએ છીએ કે યુવાનો પણ કોરોનાથી અછૂત નહીં રહી શકે. તેમને પણ એટલું જ જાેખમ છે. અને તે મરી પણ શકે છે.

સાથે જ ટેડ્રોર્સે કહ્યું કે દુનિયાભરના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેસિંગ રાખવાના નિયમોનું કડક પણે પાલન કરવું જાેઇએ. ડબલ્યુએચઓએ અમેરિકા, બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને કોલંબિયામાં કથળતી સ્થિતિ મામલે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન કેટલી કારગર થશે કે નહીં તે વાત આવતા વર્ષ પહેલા નહીં ખબર પડે. 

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution