હવે ઈ-રજિસ્ટ્રેશન કરવા માટે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફ્રી વસૂલાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ફેબ્રુઆરી 2026  |   693

ગાંધીનગર, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં વધી રહેલા ઇ-રજિસ્ટ્રેશન ના વધતાં જતાં વ્યાપને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગ દ્વારા હવે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા અત્યાર સુધી ઇ-રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારાધીન હતા. પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા આ બાબતની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, હવે રાજયમાં ઇ-રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરાવવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવેથી પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે. મહેસૂલ વિભાગ દ્વારા લેવાયેલા ર્નિણય અનુસાર હવેથી ઈ-રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરવામાં આવતા પ્રત્યેક દસ્તાવેજ દીઠ ૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાના રહેશે. આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાઓને વધુ સુગમ, સરળ અને બહેતર બનાવવાનો છે. મહેસૂલ વિભાગના આ ર્નિણય અંતર્ગત હવેથી રાજયમાં કોઈ પણ મિલકતની ખરીદી, વેચાણ કે અન્ય કરારોના ઓનલાઇન રજિસ્ટ્રેશન સમયે હવે અરજદારે નિયત સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ઉપરાંત આ ૧૦૦ રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. જાેકે, આ રકમ ઘણી નજીવી અને મામૂલી હોવાથી સામાન્ય જનતા પર કોઈ મોટો આર્થિક બોજ પડશે નહીં, પરંતુ મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી દૃષ્ટિએ આ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution