હવે પોલીસ લાઇસન્સ પછી પહેલાં માસ્ક પહેર્યું છે કે નહીં એ ચેક કરે છે!
05, જુલાઈ 2020 1386   |  

આણંદ, તા.૪ 

આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવું અને એક બીજા વચ્યે અંતર રાખવું ફરજિયાત છે. માસ્ક નહીં પહેરનારાઓને દંડ કરવાની જાગવાઈ પણ છે. આ જાગવાઇ મુજબ, માસ્ક વગર ફરતાં ૪૦૬૪ લોકો પાસેથી આણંદ જિલ્લા પોલીસે રૂ.૮,૧૨,૮૦૦નો દંડ અત્યાર સુધી વસૂલી લીધો છે.

જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરીને જ બહાર નીકળવા જણાવાયું છે. આ સાથે એક જરૂરી અંતર રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સંસ્થા દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો જાગૃત થાય અને માસ્ક પહેરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ મુજબ, જિલ્લા પોલીસ વડા અજીત રાજીયનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માસ્ક નહીં પહેરતાં નાગરિકો સામે દંડનીય કાર્યવાહી સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી છે.

 જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરનાર નાગરિકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં ૪૦૬૪ લોકો માસ્ક વગર ફરતાં હોવાથી ઝડપાયાં હતાં. આ લોકો પાસેથી કુલ રૂ.૮,૧૨,૮૦૦ની દંડની રકમ પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવી છે. જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચલાવામાં આવેલી ઝુંબેશના કારણે નાગરિકો સજાગ થવા લાગ્યાં છે. માસ્ક મળે તો માસ્ક છેવટે મોંઢા ઉપર જે મળ્યું તે કપડું બાંધીને પણ માસ્ક પહેર્યાના સંતોષ સાથે પોલીસ અને દંડની રકમમાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution