મુંબઇ

પોપ્યુલર ટીવી શૉ 'યે રિશ્તા ક્યા કહલાતા હે'ની સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલા એક્ટ્રેસ લતા સભરવાલે હવે ડેલી સોપ્સને આવજો કહી દીધું છે. હવે લતા સભરવાલ ક્યારેય પણ ટીવી શૉમાં કામ નહીં કરે. 'વિવાહ' અને 'ઈશ્ક વિશ્ક' જેવી ફિલ્મો તેમજ ઘણી ટીવી સિરિયલ્સનો ભાગ રહેલા લતા સભરવાલે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયની જાહેરાત કરી છે.


લતા સભરવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું કે 'હું ઔપચારિકરીતે જાહેરાત કરુ છું કે મેં ડેલી સોપ્સ કરવાનું છોડી દીધું છે. પણ, હું વેબ સિરીઝ અને ફિલ્મો સહિત કોઈ સારો કેમિયો રોલ કરવા માટે એકદમ તૈયાર છું. ડેલી સોપ્લ, મારા જીવનનો મહત્વનો ભાગ બની રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.'

તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ લતા સભરવાલે વર્ષ 1999માં ટીવી શૉ 'ગીતા રહસ્ય'માં દ્રોપદીના રોલથી ટીવીની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઘણાં ટીવી શૉમાં એક્ટિંગ કરી કે જેમાં 'શાકાલાકા બૂમ બૂમ', 'દિશાએ', 'ખુશિયા', 'વો રહને વાલી મહલો કી', 'નાગિન', 'ઘર એક સપના', 'યે રિશ્તે હે પ્યાર કે', 'યે રિશ્તા ક્યા કહલાતા હે' વગેરે શૉ સામેલ છે.

તેઓ 'યે રિશ્તા ક્યા કહલાતા હે' શો સાથે 10 વર્ષથી જોડાયેલા હતા. જેમાં તેમણે અક્ષરા બહુ (હિના ખાન)ની માતાનો રોલ પ્લે કર્યો હતો. આ શૉમાં દર્શકોએ તેઓને ખૂબ પસંદ કર્યા હતા. હવે લતા સભરવાલ ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂક્યા છે અને ફિલ્મો તેમજ વેબ સિરીઝ માધ્યમમાં કામ કરવા માગે છે.