બોલિવૂડ સ્ટાર્સનો ટ્રેન્ડ હવે ધીમે-ધીમે ડિઝિટલ પ્લેટફોર્મ તરફ વધી રહ્યો છે. જાહન્વી કપૂર, જેક્વેલિન ફર્નાન્ડીઝ, મનોજ વાજપેયી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ ડિઝિટલ પ્લેટફોર્મમાં પગરણ માંડી ચૂક્યા છે.

અભિષેક બચ્ચન, ઉર્વશી રૌતેલા અને કૃણાલ ખેમુની ફિલ્મો પણ ટૂંક સમયમાં આવી રહી છે. આ પ્લેટફોર્મ સાથે હવે કૃણાલ ખેમુની પત્ની અને સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનનું નામ પણ જોડાઈ ગયું છે.

સોહાએ જણાવ્યું કે હા, હું ટૂંક સમયમાં તમને ડિઝિટલ પ્લેટફોર્મ ઉપર જોવા મળીશ. અમે બે વેબસિરીઝ બનાવી રહ્યા છીએ. જો કે લોકડાઉનને કારણે કામકાજ બંધ છે એટલા માટે સિરીઝ વિશે આગળનું કશું નક્કી કરાયું નથી પરંતુ હું પણ ટૂંક સમયમાં ડિઝિટલ ડેબ્યુ કરીશ. લોકડાઉન દરમિયાન લોકોનો ઝુકાવ વેબસિરીઝ તરફ ઘણો વધી ગયો છે.

સામાન્ય લોકો ઉપરાંત સ્ટાર્સે પણ લોકડાઉમાં વેબસિરીઝને ઘણી માણી છે. સોહાને પણ પાતાલલોક, મિર્ઝાપુર, દિલ્હીક્રાઈમ, જામતાડા સહિતની વેબસિરીઝ અત્યંત પસંદ પડી છે.