લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
3663
વધતી જતી વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાફલા અંગે એક મોટો ર્નિણય લીધો છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ઘટાડો કર્યા વિના, પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક વીડિયોમાં પીએમ મોદીના કાફલામાં ફક્ત બે વાહનો જ જાેવા મળ્યા છે. આ સરકારી પગલું ઇંધણ બચત અને ખર્ચ નિયંત્રણ તરફ એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્યું છે. આ ર્નિણય સુરક્ષા એજન્સીઓ અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ધોરણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ, ફક્ત આવશ્યક સુરક્ષા અને કાર્યરત વાહનો જ પ્રધાનમંત્રીના કાફલાનો ભાગ રહેશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થા પહેલાની જેમ જ મજબૂત રહેશે. એસપીજી પ્રોટોકોલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી, અને તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. જાેકે, બિનજરૂરી વાહનોને દૂર કરીને કાફલાને વધુ વ્યવસ્થિત અને ઊર્જા-કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શક્ય હોય ત્યાં કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવાનું પણ સૂચન કર્યું છે. જાેકે, નવા વાહનો ખરીદવા કરતાં હાલના સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવા ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારના આ પગલાને પર્યાવરણ સંરક્ષણ અને બળતણ કાર્યક્ષમતાના સંદેશ તરીકે પણ જાેવામાં આવી રહ્યો છે.