વડોદરા, તા.૨

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક રાજારાણી તળાવમાં એકાએક અસંખ્ય માછલીઓનાં મોત નીપજતાં આસપાસના રહીશો દુર્ગંધથી પરેશાન થયા હતા. જાે કે, તળાવમાં અસંખ્ય માછલીઓના મોત ગંદકી અને પાણીમાં ઓક્સિજનની કમીના કારણે થયા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.ડોદરા પાલિકા દ્વારા શહેરમાં અનેક તળાવોનું બ્યૂટિફિકેશન કરવામાં આવ્યું છે. પરંતુ લાખો-કરોડોના ખર્ચે તળાવોના બ્યૂટિફિકેશનની કામગીરી બાદ તળાવો તેમજ તેની આસપાસ બનાવાયેલા વોકવેની કોઈ સાફસફાઈ થતી નથી કે જાળવણી પણ કરાતી નથી. ગંદકી તેમજ તળાવોમાં પાણીમાં ઓક્સિજનની કમીના કારણે કેટલાક તળાવોમાં અગાઉ જળચર જીવો એટલે કે માછલીઓ, કાચબાઓના મૃત્યુ થયાના બનાવો બન્યા છે.ત્યારે આજે શહેરના પણીગેટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક રાજારાણી તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં તરતી જાેવા મળતાં આસપાસના રહીશો દુર્ગંધથી પરેશાન થયા હતા. આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર સ્થળ પર દોડી ગયા હતા અને પાલિકાતંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તળાવના પાણીમાં તેમજ તળાવના કિનારે અસંખ્ય ગંદકી છે, સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી. તળાવમાં છૂટીછવાઈ અનેક માછલીઓ મૃત અવસ્થામાં દેખાઈ રહી છે. જાે કે, માછલીઓના મોત તળાવમાં ગંદકી કે પાણીમાં ઓક્સિજનની કમી સર્જાતાં થયા હોવાની શક્યતા વ્યક્ત

કરાઈ રહી છે.