ભુવનેશ્વર- 

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે મેન્સ હોકી જુનિયર વર્લ્ડ કપ ૨૪ નવેમ્બરથી ૫ ડિસેમ્બર સુધી કલિંગા સ્ટેડિયમમાં રમાશે. અહીં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે હોકી ઇન્ડિયાએ તાજેતરમાં બે મહિનાની અંદર મેન્સ હોકી જુનિયર વર્લ્ડ કપનું આયોજન કરવા માટે ઓડિશા સરકારની મદદ માંગી હતી.

મુખ્યમંત્રી પટનાયકે કહ્યું, “રોગચાળા વચ્ચે આવી ટુર્નામેન્ટ યોજવા માટે તૈયારી કરવા માટે બહુ ઓછો સમય છે. પરંતુ દેશની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાથી અમે સંમત થયા છીએ. " તેમણે કહ્યું કે, હું આશાવાદી છું કે ભારતીય ટીમ ફરીથી ખિતાબ જીતવા માટે ઘરેલુ પરિસ્થિતિઓનો લાભ લેશે. પટનાયકે ટુર્નામેન્ટના લોગો અને ટ્રોફીનું અનાવરણ પણ કર્યું. ભારતે ૨૦૧૬ માં લખનૌમાં જુનિયર હોકી વર્લ્ડ કપ જીત્યો હતો.