ઓહ...શૂટીંગના બ્રેકમાં અભિનેતા ડેમમાં ન્હાવા પડ્યા અને ડૂબી જતા મોત નિપજ્યું 
26, ડિસેમ્બર 2020 693   |  

મુંબઇ

સાઉથ ઇન્ડિયન ફિલ્મોના એક્ટર અનિલ નેદુમંગડનું શુક્રવારે નિધન થઇ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર 48 વર્ષીય અનિલ કેરળના મલંકારા ડેમમાં ડૂબી ગયા. આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ પીસનું શૂટિંગ થોડુપુઝામાં કરી રહ્યા હતા. કાસ્ટ અને ક્રૂએ શૂટિંગમાંથી ઈન્ટરવલ લીધો તો અનિલ તેના અમુક મિત્રો સાથે ડેમમાં ન્હાવા ગયા, જ્યાં તેમની સાથે આ ઘટના થઇ.

કમ્માટી પાડમ, નજન સ્ટીવ લોપેઝથી ઓળખ બનાવનારા અનિલની છેલ્લી ફિલ્મ ફેબ્રુઆરી 2020માં રિલીઝ થયેલી મલયાલમ પાપમ કલ્લરિયાત હતી. 

જ્યારે બધા ન્હાતા હતા ત્યારે અનિલ ઊંડા પાણીમાં જતા રહ્યા અને લહેરો વચ્ચે ફસાવાને કારણે તે બહાર આવી ન શક્યા. જ્યારે તેમના મિત્રોને અનિલ ન મળ્યા તો એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ટીમની મદદથી અનિલને બહાર કાઢવામાં આવ્યા. જોકે, જ્યારે તેમને હોસ્પિટલમાં લઇ ગયા તો ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution