અખિલ ભારતીય ધોરણે શહેરી ભારતીયનો ખર્ચ ગ્રામીણ ભારતીય કરતાં ૭૧ ટકા વધારે


નવીદિલ્હી,તા,૨૩

ભારતીય કુટુંબોને મોંઘવારી નડી છે. ફુગાવાના લીધે તેમના માસિક ખર્ચમાં જુન ૨૦૨૨ના ક્વાર્ટરની તુલનાએ આ વખતના માર્ચ ક્વાર્ટરમાં ૧૮ ટકા વધારો થયો છે. તેની પાછળનું કારણ ફુગાવો છે, એમ માર્કેટ રિસર્ચ ફર્મ કેન્ટરે જણાવ્યું હતું. આ પહેલા જુન ૨૦૨૨ના ક્વાર્ટરમાં કેન્ટરે ૬૦૦૦ ભારતીય કુટુંબોનો સરવે કર્યો હતો. ભારતીય કુટુંબોનો સરેરાશ માસિક ખર્ચ ૨૦૨૪ના પ્રથમ ક્વાર્ટરમાં રુ. ૪૯૪૧૮ હતો.તેમા શહેરી કુટુંબોનો ખર્ચ રુ. ૬૪૫૮૩ હતો અને ગ્રામીણ કુટુંબોનો ખર્ચ રુ. ૪૧૨૧૫ હતો. આમ શહેરી કુટુંબોએ ગ્રામીણ કુટુંબો કરતા ૧.૬ ગણો વધુ ખર્ચ કર્યો હતો. જ્યારે ઓછી ક્ષમતાવાળા ભારતીય કુટુંબોને સરેરાશ ખર્ચ આ ત્રિમાસિક સમયગાળા દરમિયાન માસિક ધોરણે ૩૮૦૦૦ રૂપિયા હતો.

કેન્ટર ટ્રેકરે આવરી લીધેલા ખર્ચામાં કરિયાણુ, ફળો, શાકભાજી, જીવનજરુરી, શિક્ષણ, ફરવાનો ખર્ચ, ફેશન ભાડા વગેરે ખર્ચનો સમાવેશ થાય છે. ભારતીયોનો સૌથી મોટો ખર્ચ હોય તો તે કરિયાણા પાછળનો ખર્ચ છે. આ ત્રિમાસિક અંદાજમાં કુલ કૌટુંબિક ખર્ચમાં તેનો હિસ્સો ૨૪ ટકા હતો. આમ ત્રિમાસિક ધોરણે તેમા ૨૦૦૦ રુપિયાનો વધારો થયો છે.

૨૦૨૨-૨૩માં ગ્રામીણ ભારતીયનો સરેરાશ ખર્ચ રુ.૩૭૭૩ હતો અને શહેરી ભારતીયનો ખર્ચ રુ. ૬૪૫૯ હતો.આમ અખિલ ભારતીય ધોરણે શહેરી ભારતીયનો ખર્ચ ગ્રામીણ ભારતીય કરતાં ૭૧ ટકા વધારે હતો, એમ ૨૦૨૨-૨૩ના સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન સરવેના કન્ઝ્‌યુમર એક્સ્પેન્ડિચર સરવેમાં જણાવાયું હતું.

માર્ચ ક્વાર્ટરમાં કરવામાં આવેલા સરવેમાં કુલ ૧૬ ટકા ભારતીયો જ તેમની નાણાકીય સ્થિતિથી સંતુષ્ટ હતા. જ્યારે ૩૪ ટકા કુટુંબોએ જણાવ્યું હતું કે તેમના માટે મોંઘવારીને પહોંચીવ વળવું વધુને વધુ મુશ્કેલ થઈ રહ્યું છે. આ દર્શાવે છે કે ભારતનો ત્રીજા ભાગનો હિસ્સો ગંભીર નાણાકીય સ્થિતિનો સામનો કરી રહ્યો છે.

દેશનો દક્ષિણ હિસ્સો હાઇએસ્ટ સ્પેન્ડર્સ એટલે કે સૌથી વધુ ખર્ચ કરનાર તરીકે ઉભરી આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં તેના ખર્ચમાં ૩૫ ટકા વધારો થયો છે. જ્યારે ૨૦૨૨માં સૌથી વધુ ખર્ચ કરવામા આગળ રહેલું નોર્થ ઝોન ૨૦૨૨માં પાછળ પડી ગયું હતું. તેનું કારણ તેનો ઉપયોગી વસ્તુઓ પાછળનો ખર્ચ ૧૬ ટકાથી ઘટી ૯ ટકા થઈ ગયો તે હતુ. શિયાળામાં નોર્થમાં સામાન્ય રીતે ખર્ચ ઘણો આછો થતો હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution