ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન જયંતીની ઠેર-ઠેર હનુમાનજી મંદિરોમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ મંદિરોમાં જાેવા મળી હતી. સંવેદનશીલ વિસ્તાર ફતેપુરામાંથી નિકળેલી શોભાયાત્રામાં પણ ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ભક્તો મન મુકીને ઝૂમી ઊઠ્યા હતા. મોટી સંખ્યામાં પધારેલા ભક્તો દ્વારા રામધૂનની સાથે આતાશબાજી, ફુગ્ગાઓ-પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જય જય સિયારામના નાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. સંવેદનશીલ વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રામાં કોમી એકતાના દૃશ્યો જાેવા મળ્યાં હતાં તો બીજી તરફ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામી હતી.