એક તરફ સવારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે શહેરના બીજા વિસ્તારનું આ દૃશ્ય તમે જ જાેઈ લો...

હરણી બોટ દુર્ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ બોટની ક્ષમતા કરતા વધારે બેસાડવામાં આવેલા વિદ્યાર્થીઓ માનવામાં આવે છે. ત્યારે હરણી બોટ દુર્ઘટનામાં ૧૨ માસુમ બાળકોના જીવ ગયા હોવા છતાં ફરી માસુમોના જીવ સાથે જાેખમ ખેડવાનો સિલિસલો ચાલી રહ્યો છે. પોલીસ હોય કે પછી કલેકટર અને કોર્પોરેશનનું તંત્ર નિયમો લાગુ કરવા માટે જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણ માત્ર કાગળ પર જ થાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વેન ચાલકો સામે પગલાં લેવામાં આવ્યા હતા, પણ પરિસ્થિતિ સુધરી નથી. એક તરફ સવારે હોડી દુર્ઘટનામાં બોટની સવારીનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારે બીજી તરફ શહેરના રાવપુરા વિસ્તારમાં રિક્ષાચાલક માસૂમોને ઠંસી-ઠાંસીને ભરીને લઈ જઈ રહ્યો હતો.