અમદાવાદ-

 અમદાવાદ ગ્રામ્ય એસ ઓ જી એ બાવળાના કેશરડી ગામે ગેરકાયદેસર એલોપેથી દવાખાનું ચલાવતા એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. કેશરડી ગામે પોતાની જ માલીકીની જગ્યામાં શુભમ ક્લિનિક ચલાવતા ડોકટર કમલ શરતભાઈ બાળા નામના એક બોગસ ડોક્ટરની એસ ઓ જીએ ધરપકડ કરી છે. કમલ બાળા જે ડોક્ટરની ડિગ્રી વગર ગેરકાયદેસર એલોપેથીની દવા આપતો હતો. કલામ બાળા મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. જે ઘણા સમયથી બાવળા ખાતે રહે છે. અને ગેરકાયદેસર ક્લિનિક ચલાવે છે. ગ્રામ્ય એસ ઑ જીએ આ બોગસ ડોકટર પાસેથી એલોપેથીની દવાઓ ઈંજેક્ષનો તથા મેડિકલના સાધનો મળીને કુલ 19 હજારનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. ઉપરાંત ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.