મુંબઇ
હેમા માલિની ફરી એકવાર 73 વર્ષની ઉંમરમાં નાની બની ગઈ છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની નાની દીકરી અહાના દેઓલ વોહરા માતા બની છે. અહાનાએ 26 નવેમ્બરના રોજ જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો. અહાના અને તેના પતિ વૈભવ વોહરાએ તેની દીકરીઓના નામ એસ્ટ્રા અને એડિયા વોહરા રાખ્યા છે. હજુ અહાના દેઓલ હોસ્પિટલમાં છે.
હેમા માલિનીની પુત્રી અહાના દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખુશખબર શેર કરી છે. અહાના દેઓલે એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, 'કેટલાક ચમત્કારો જોડીમાં આવે છે. અમને ખૂબ ખુશી છે કે અમારી જોડિયા દીકરીઓ એસ્ટ્રા અને એડિયાનો અમારા ઘરે જન્મ થયો છે. બંનેનો જન્મ 26 નવેમ્બર 2020ના રોજ થયો હતો. માતા-પિતા અહાના અને વૈભવ વ્હોરા ગર્વ અનુભવે છે. ભાઈ ડેરિયન વ્હોરા ઉત્સાહિત છે, તેમ જ દાદા-દાદી પુષ્પા અને વિપિન વ્હોરા, નાના-નાની હેમા માલિની અને ધર્મેન્દ્ર દેઓલ ખૂબ ખુશ છે. '
Loading ...