એકવાર ફરીથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો ઉછાળો જાેવા મળી શકે


નવીદિલ્હી,તા.૧૯

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ ૨૦૨૪માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જાેવા મળે છે કે એકવાર ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો ઉછાળો જાેવા મળી શકે છે

 કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ ૨૦૨૪માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જાેવા મળે છે કે એકવાર ફરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો ઉછાળો જાેવા મળી શકે છે. લેબર બ્યૂરોએ મોંઘવારી ભથ્થાને નક્કી કરતા આંકડા બહાર પાડ્યા છે. એક સાથે ત્રણ મહિનાના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. હાલના ટ્રેન્ડ્‌સ પ્રમાણે જાેઈએ તો મોંઘવારી ભથ્થામાં ૩ ટકા સુધીનો ઉછાળો જાેવા મળી શકે છે. હજુ બે મહિનાના આંકડા બાકી છે. ત્યારબાદ ખરેખર નંબર જાણવા મળશે. હાલ મોંઘવારી ભથ્થું ૫૩ ટકા સુધી પહોંચી ગયું છે.

છૈંઝ્રઁૈં ઈન્ડેક્સથી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે આંકડા નક્કી થતા હોય છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૪ વચ્ચે આવેલા નંબર્સના આધારે નક્કી થશે કે જુલાઈ ૨૦૨૪થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. અત્યાર સુધીમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલના આંકડા આવી ગયા છે. મેના આંકડા જૂનમાં બહાર પડશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી સાતમાં પગાર પંચ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓને ૫૦ ટકા મોંઘવારી ભથ્થું મળતું રહ્યું છે. હવે જુલાઈમાં આ મોંઘવારી ભથ્થામાં વધારો થશે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સનો નંબર ૧૩૮.૯ અંક પર હતો. જેનાથી મોંઘવારી ભથ્થું વધીને ૫૦.૮૪ ટકા થઈ ગયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સ ૧૩૯.૨ અંક, માર્ચમાં ૧૩૮.૯ અંક અને એપ્રિલમાં ૧૩૯.૪ અંક પર રહ્યું. આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું ૫૧.૪૪ ટકા, ૫૧.૯૫ ટકા અને એપ્રિલ સુધીમાં ૫૨.૪૩ ટકા પહોંચી ચૂક્યું છે.

એક્સપર્ટ્‌સનું માનીએ તો મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનું જ રિવિઝન જાેવા મળી રહ્યું છે. ઈન્ડેક્સ મુજબ એપ્રિલ સુધી મોંઘવારી ભથ્થું ૫૨.૪૩ ટકા પર છે. હજુ મે અને જૂનના આંકડા આવવાના બાકી છે. જૂનમાં જાે ઈન્ડેક્સ ૦.૫ થી પણ વધે તો તે ૫૨.૯૧ ટકા પર પહોંચશે. ત્યાર બાદ ઈન્ડેક્સે ૧૪૩ અંક સુધી પહોંચવાનું રહેશે, ત્યારે જઈને ૪ ટકા મોંઘવારી ભથ્થું વધે તેવી શક્યતા છે. પરંતુ ઈન્ડેક્સમાં આટલી મોટી તેજી નહીં જાેવા મળે. આથી કર્મચારીઓએ આ વખતે ૩ ટકાથી જ સંતોષ કરવો પડશે.

કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન જુલાઈથી લાગૂ થવાનું છે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે. હકીકતમાં જુલાઈના અંત સુધીમાં જૂનનો આંકડો આવી જશે. ત્યારબાદ તેના આધારે નક્કી થશે કે વધારો કેટલો થવાનો છે. ત્યારબાદ ફાઈલ લેબર બ્યૂરોથી નાણા મંત્રાલય પહોંચશે અને પછી કેબિનેટની મંજૂરી મળશે. આથી તેમાં વાર લાગે છે પરંતુ સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી એ કન્ફર્મ છે કે જુલાઈથી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાને મંજૂરી મળી જશે. ત્યારબાદ જે મહિનામાં મંજૂરી મળશે તેના પગારથી વધેલા ડીએની ચૂકવણી પણ થઈ જશે. વચ્ચેના મહિનાઓની ચૂકવણી એરિયર દ્વારા થાય છે.

કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી નથી. ગત વખતે આવું ત્યારે કરાયું હતું જ્યારે તેના બેસ યરમાં ફેરફાર કરાયો હતો. હવે બેસ યર બદલવાની કોઈ જરૂર પણ નથી અને એવી કોઈ ભલામણ પણ નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી ૫૦ ટકાથી આગળ થતી રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution