વડોદરા, તા.૨૬

વડોદરા શહેર-જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે છેલ્લા ૭ર કલાક દરમિયાન ઠંડીની મોસમમાં અચાનક પલટો આવવાની સાથે ગાત્રો થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓ અને કાચાં ઝુંપડાંમાં રહેતા પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. કેટલાક લોકોને કડકડકતી ઠંડીમાં ઠૂંઠવાતાં ખૂલ્લામાં ફૂટપાથ પર પડી રહેવાનો વારો આવ્યો છે. આ કડકડતી-કાતિલ ઠંડીમાં વડસર બ્રિજ નીચે સૂઈ રહેલ પંચાવન વર્ષીય અજાણ્યા શ્રમજીવીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસે બનાવસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો અને વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.વડોદરા શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી અચાનક ઠંડીનું જાેર વધતાં સમગ્ર શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરીજનો ગરમ વસ્ત્રો પહેરવા માટે મજબૂર બન્યા છે. કેટલાક લોકો તાપણાંનો સહારો લઈને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે મજૂરીકામ કરી ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓની હાલત અત્યંત કફોડી બની છે. આવા શ્રમજીવીઓ ફૂટપાથ પર કે શહેરના બ્રિજ નીચે સૂઈ રહે છે. કાચાં ઝુંપડામાં રહેતા લોકોની હાલત પણ ઠંડીને કારણે કફોડી બની છે. આવી કાતિલ ઠંડીમાં શહેરના વડસર બ્રિજ નીચે એક પંચાવન વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતાં પોલીસ બનાવસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. તે બાદ મૃતક શ્રમજીવીના વાલીવારસોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યાં છે.

૧૧ કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકાયા

સ્થાનિક હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વિતેલા છેલ્લા ૨૪ કલાકમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ર૭.૮ ડિગ્રી સેલ્શિયસ અને લઘુતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું, જે ગઈકાલ કરતાં ૩ ડિગ્રી સેલ્શિયસ વધારે નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૦ ટકા, જે સાંતે ૪૭ ટકા નોંધાયું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકિ.મી. ૧૧ નોંધાઈ હતી. બર્ફિલા પવનની લહેરોથી લોકો ઠૂંઠવાઈ ગયા હતા. બીજી તરફ કાતિલ ઠંડીમાં ધ્રૂજી રહેલા ફૂટપાથ પર રહેતા લોકો અને કાચાં ઝુંપડામાં રહેતા લોકોની હાલત દયનીય બની છે. કાતિલ ઠંડીથી રક્ષણ માટે સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરમ ધાબળાઓના સેવાયજ્ઞો શરૂ કરી દેવામાં આવ્યા છે.