ફતેપુરામાં કોરોનાથી એક વ્યક્તિનું મોત : નગરમાં ભય
29, જુલાઈ 2020

ફતેપુરા, તા.ર૮ 

કોરોનાથી આખું વિશ્વ હચમચી ગયું છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કોરોના ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે આજરોજ ફતેપુરા તાલુકાના કાપડનો ધંધો કરતાં વણિક સમાજના રવિન્દ્રકુમાર રમણલાલ શાહ નુ મોત થતા ફતેપુરા નગરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ફતેપુરા નગરમાં જલારામ કાપડ ભંડાર તરીકે કાપડનો વ્યવસાય કરતા શાહ રવિન્દ્રકુમાર રમણલાલ કે જેઓને પંદર દિવસ અગાઉ તેમને શરદી ખાસી અને તાવ જેમ કે કોરોના ના લક્ષણો જોવા મળ્યા હતા ત્યારબાદ તેઓ બરોડા ગોત્રીની સવિતાબેન હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનની સારવાર ચાલતી હતી ત્યાં તેમની તબીયત નાજૂક થતાં તેમને વેન્ટિલેટર ઉપર વધુ સારવાર માટે રાખતા આજ રોજ તેમને અંતિમ શ્વાસ લીધો હતો તેમના પરિવારને સંદેશો મળતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો જ્યારે તેમના વતન ફતેપુરામાં ખબર પડતા ફતેપુરા વાણીક સમાજ ની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી તો પરિવારને આવી પડેલી આફત માટે લોકો એકઠા થઇ સાંત્વના આપી હતી ફતેપુરાના આશાસ્પદ વ્યક્તિનું મોત થતાં ચોરે ને ચોટે ચર્ચાનો વિષય બન્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution