ગુજાતના  પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના એક માસમાં આટલા લાખ ભાવિકોએ દર્શનનો લહાવો લીધો

કોરોના મહામારીને નાથવા વેક્સિન બજારમાં આવી જતા હવે લોકોમાં મહામારીનો ભય ઓછો થઇ રહ્યો છે. ધાર્મિક અને ફરવા લાયક સ્‍થળોએ લોકોની વધી રહેલી ચહલપહલથી તેનો ખ્‍યાલ આવે છે. ત્‍યારે અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરે જાન્‍યુઆરી માસમાં 4 લાખથી વઘુ ભાવિકોએ આવી નમન કરી મહાદેવના દર્શનનો લહાવો લીધો છે. આજ માસમાં આવેલા પ્રજાસતાક પર્વની રજાના ચાર દિવસોમાં 88 હજાર જેટલા ભાવિકો સોમનાથ મંદિરે ભોલેનાથના દર્શન કરવા પહોંચ્યા હતાં.

અત્રે નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે ઘણા સમય સુઘી સોમનાથ મંદિર બંઘ રહ્યાં બાદ કેન્‍દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ જુન-2020 થી મંદિરના દ્રાર ભાવિકો માટે ખોલવામાં આવેલા હતા. ત્‍યારથી લઇ અત્‍યાર સુઘીમાં સોમનાથ મંદિરએ આવેલા ભાવિકોની સંખ્‍યા આ મુજબ રહી છે. જેમાં જુનમાં 57,488, જૂલાઇમાં 1,03,093, ઓગષ્‍ટમાં 1,60,000 સપ્ટેમ્બરમાં 1,01,312, ઓકટોમ્બરમાં 1,43,235, નવેમ્બરમાં 3,50,640 ડીસેમ્બરમાં 2,81,696 અને જાન્યુઆરીમાં 4,38,747 જેટલા ભાવિકો સોમનાથ મંદિરે આવેલા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution