વોશિંગ્ટન-
સ્થાનિક હેવાલો પ્રમાણે, અમેરીકામાં રહેતા 32 વર્ષીય ભારતીય સોફ્ટવેર ઈજનેર શરીફ રહેમાન ખાનની ગત બુધવારના રોજ સ્થાનિક રહિશ દ્વારા ઠાર મારીને હત્યા કરી દેવાઈ હતી. એમ મનાય છે કે, શરીફની મિત્ર સાથે આ હત્યારાને સંબંધો હતા.
તિરસ્કારને પગલે આ પ્રકારની હત્યા કરી દેવાઈ હોવાના હેવાલો સ્થાનિક માધ્યમોમાં પ્રસિદ્ધ થયા બાદ આ બાબતે શરીફના પરીવારજનોએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો. શરીફના મોટાભાઈએ કહ્યું હતું કે, હું એટલું જાણું છું કે મારા ભાઈને ઠાર મરાયો છે અને મેં વિગતો જાણવા માટે યુનિવર્સિટી સીટી પોલીસને ફોન કર્યો ત્યારે તેમણે કોઈપણ વિગતો આપવા ઈનકાર કરી દીધો હતો અને મને બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એ સિવાય તેમણે તેમને બીજી કશી વિગતો આપવા ઈનકાર કર્યો હતો. શરીફના મિત્રોએ પણ માધ્યમોના હેવાલોને મળતી આવતી કોઈ વિગતો જણાવી નહોતી. શરીફના ભાઈ અને માતા ભોપાલના સુભાષનગર વિસ્તારમાં રહે છે. બંને દેશોમાં કોવિડ-19ની હાલતને જોતાં તેમણે અમેરીકા જઈને શરીફની અંતિમવિધિ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જે કંપનીમાં શરીફ કામ કરતો હતો તેની સાથે ભારતીય દૂતાવાસના અધિકારીઓ સંપર્કમાં છે.