ગાંધીનગર-

હજી ગત મંગળવારે રાજ્યસભાના ગુજરાતના સાંસદ અહમદ પટેલનું નિધન થયું હતું. ત્યારે એક સપ્તાહમાં ગુજરાતે વધુ એક રાજ્યસભાના સાંસદ ગુમાવ્યા છે. ભાજપના નેતા અભય ભારદ્વાજના નિધનથી ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી. સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતા આ બેઠક ખાલી પડી છે. આ પહેલા અહેમદ પટેલના નિધનથી એક બેઠક ખાલી થઈ હતી. ત્યારે હવે ૨ બેઠક માટે ચૂંટણી થશે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને બેઠકોની ચૂંટણી ડિસેમ્બરમાં જ પૂર્ણ કરાય તેવી શક્યતા છે. બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ ૧૧૧ છે, જ્યારે કે કોંગ્રેસનું સંખ્યાબળ ૬૫ છે. રાજ્યસભાની ૧૧ બેઠકોમાંથી ભાજપ પાસે ૬ બેઠકો છે. જ્યારે કે, કોંગ્રેસ પાસે ૩ બેઠકો છે અને ૨ બેઠક ખાલી છે.